Home /News /gujarat /

નર્મદા બંધની સપાટીમાં આવતા 1.70 લાખથી વધુ વૃક્ષ કાપવાનો આદેશ

નર્મદા બંધની સપાટીમાં આવતા 1.70 લાખથી વધુ વૃક્ષ કાપવાનો આદેશ

સરદાર સરોવર ડેમ (ફાઇલ તસવીર)

એક તરફ સરકાર દ્વારા વૃક્ષો વાવો અને પાણી બચાવોના સુત્ર સાથે જાગૃતિ ફેલાવવામા આવી રહી છે. ત્યાં બીજી તરફ...

    એક તરફ સરકાર દ્વારા વૃક્ષો વાવો અને પાણી બચાવોના સુત્ર સાથે જાગૃતિ ફેલાવવામા આવી રહી છે. ત્યાં બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમના પાછળના વિસ્તારમાં જંગલના 1લાખ 25 હજાર જેટલા વૃક્ષ કાપી નાખવામાં આવ્યા છે.

    સરકાર દ્વારા નર્મદા બંધની 122 મીટરથી 138 મીટર વચ્ચેની સપાટીમાં આવતા 1.70 લાખથી વધુ વૃક્ષોને કાપવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના માટે પાણીમાં ડૂબેલા જંગલના આ વૃક્ષોના લાકડાથી પાણી પ્રદૂષિત થતુ હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યુ છે.

    નર્મદાના નીરની સપાટી જ્યાં એક તરફ ઓછી થતી જઇ રહી છે, ત્યાં આ વૃક્ષો કેવી રીતે નડતર રૂપ હોઇ શકે તે એક સવાલ છે. ત્યારે બીજી તરફ જંગલના આ લાખો વૃક્ષોના લાકડા સાથે શું કરવામાં આવ્યુ તેની પણ કોઇ માહિતી નથી. ત્યારે આટલા વૃક્ષો કાપવાની જરૂર કેમ પડી તેની સ્પષ્ટતા વનવિભાગ દ્વારા પણ આપી શક્યા નહીં.

    નર્મદા DFO ડો. શશીકુમારે જણાવ્યું કે, નર્મદા બંધની 122 મીટરથી 138 મીટર વચ્ચે આવતા 1.70 લાખથી વધુ વૃક્ષો કે જે પાણીમાં ડૂબી જતા પાણીને ગંદુ કરે છે. જેને કાપવા માટે સરકારે હુકમ કર્યો છે. જે કામગરી મહારાષ્ટ્ર, નર્મદા, છોટાઉદેપુર અને કવાંટ ફોરેસ્ટ વિભાગ કાપી રહ્યા છે, વનવિભાગ દ્વારા જવાબ નહીં આપી સકતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: 1.70 lakh trees, Fall, Narmada dam, Under

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन