Home /News /gujarat /

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂની ઝપટમાં 95 નવા દર્દીઓ, મૃત્યુ આંક 104ને પાર

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂની ઝપટમાં 95 નવા દર્દીઓ, મૃત્યુ આંક 104ને પાર

પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ હાહાકામ મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવના વધુ 95 કેસ નોંધાયા છે.

    હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર

    ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ હાહાકામ મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવના વધુ 95 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 32 કેસ છે. બીજી તરફ 24 કલાકમાં વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. આ સાથે જ કેલેન્ડર વર્ષ 2019માં અત્યારસુધીમાં સ્વાઇન ફ્લૂમાં કુલ મોતનો આંકડો 104ને પાર થયો છે.

    મળતી માહિતી પ્રમાણે સ્વાઇન ફ્લૂની ઝપટમાં રોજ આશરે 100 જેટલા લોકો આવી રહ્યા છે. પરંતુ રોગનેકાબુમાંલેવા સરકારી તંત્ર દ્વારા ઠોસ પગલાં ભરાતાં નથી. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સ્વાઇન ફ્લૂ ટેસ્ટિંગ માટેની કોઇ સવલત નથ.

    ગુજરાત સ્વાઇન ફ્લૂના મોત મામલે રાજસ્થાન પછી બીજા નંબર ઉપર છે. એટલું જ નહિં પરંતુ સરકાર દ્વારા આ રોગમાં મૃત્યુના આંકડા પણ છુપાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિક મૃત્યુઆંક ઊંચો છે. જે નવા 95 કેસ નોંધાયા છે.

    આ પણ વાંચોઃ-પાકિસ્તાને કમાન્ડર અભિનંદનને વીડિયો રેકોર્ડિંગ માટે રોક્યા હતા, એટલા માટે થયું મોડું!

    ભાવનગર શહેર 12, ભાવનગર જિલ્લા 9, જૂનાગઢ 5, રાજકોટ શહેર 4, મહેસાણા, અમરકેલી અને જામનગર શહેર ખાતે 3-3, કચ્છ, આણંદ, બનાસકાંઠા, રાજકોટ, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર અને ખેડા ખાતે 2-2, સુરત શહેર, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જૂનાગઢ શહેર, જામનગર, પોરબંદર, મોરબી અને ગીર સોમનાથ ખાતે 1-1 કેસ નોંધાયો છે.

    આ પણ વાંચોઃ-પાકિસ્તાનથી પરત ફર્યા પછી વિંગ કમાન્ડર અભિનંદનના પહેલા શબ્દો' સારું લાગી રહ્યું છે'

    પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 2164 લોકોને સારવાર આપીને ડિસ્ચાર્જ કરાયા છે. તો 853 દર્દીઓ અત્યારે પણ હોસ્પિટલ બિછાને સારવાર મેળવી રહ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Ahmadabad, Swine flu, ગાંધીનગર`, ગુજરાત

    આગામી સમાચાર