અમદાવાદ: કોરોના બાદ હવે મંકીપોક્સના કેસ યુરોપીયન દેશમાં નોંધાઇ રહ્યા છે. જોકે, ભારત દેશમાં મંકીપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી. 12થી વધુ દેશમાં મંકી પોક્સના કેસ નોંધાયા છે. વાયરસ ઝડપથી ફેલાય રહ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. જોકે, આ અંગેની હજુ સુધી કોઈ ગાઈડલાઈન આવી નથી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના મીડિયાના કો-ઓર્ડિનેટર ડો. મુકેશ મહેશ્વરી જણાવ્યું છે કે, આ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. એટલે ચિંતા કરવી પડે છે. માણસથી માણસના સંપર્કમાં આવવાથી ફેલાય છે. હજુ સુધી ભારતમાં કોઈ કેસ નથી.
કોરોના બાદ મંકીપોક્સ
આફ્રિકાના દેશમાં મંકીપોક્સ કેસ જોવા મળતા હોય છે પરંતુ યુરોપીયન દેશમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં મંકીપોક્સના કેસ આવ્યા છે. એક ચિંતાનો વિષય છે કે, ઝડપથી ફેલાઇ રહ્યો છે. એટલે ચિંતા કરવી પડે છે. માણસથી માણસના સંપર્કમાં આવવાથી ફેલાઇ છે.
કયા દેશમાં મંકીપોક્સના કેસ છે?
આફ્રિકાના દેશમાં હજારોની સંખ્યામાં કેસ અવવતા હોય છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, સ્વિઝરલેન્ડ, યુકેમાં મંકીપોક્સના કેસ છે. હજુ કયા કયા દેશમાં ફેલાશે તેની રાહ જોવી પડશે. જોકે, હજુ સુધી ભારત દેશમાં કોઈ કેસ નોંધાયો નથી.
મંકીપોક્સ કેવી રીતે થાય છે
મંકીમાંથી વાયરસ માણસમાં આવે છે અને માણસ એક બીજાના સંપર્કમાં આવવાથી વાયરસ ફેલાય છે. વાયરસ લાગ્યો હોય તેના મોમાંથી, નાક વાટે આનું સંક્રમણ ફેલાય છે.
મંકીપોક્સના લક્ષણો શુ હોય છે?
શરૂઆતમાં સ્કીન પર રેસ થાય છે.તાવ આવે,પાણી ભરેલા ફોડલા પડી જાય.અને પછી ફોડલા ફૂટી જાય,આ બધા લક્ષણો 4 થી 6 સપ્તાહમાં આવીને જતા રહે છે.
મંકીપોક્સના કોઈ ખાસ ટ્રિટમેન્ટ આવી નથી.જે લોકોએ સ્મોલ પોક્સની વેકસીન લીધી છે તેવા દેશમાં ઝડપથી ફેલાશે નહિ તેવું તારણ છે. ભારતમાં નહિ આવે પરંતુ તેમ છતાં કેસ કે લક્ષણ જોવા મળશે તો 21 દિવસ આઇસોલેટ રાખવા જોઈએ. જેથી બીજા સંપર્કમાં નહિ આવે અને ફેલાય નહિ, જિનેટિક્સ કહેવાય છે.
કોરોના પણ ચામચીડિયા માંથી આવ્યો હતો તેવું કહેવાય છે.મંકીપોક્સ પણ જિનેટિક્સ લાગે છે મંકી અને આફ્રિકાના જંગલ માંથી આવ્યો હોય શકે
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર