Home /News /gujarat /

PHOTOS: સાબરમતીથી ઉડાણ ભર્યા બાદ મોદી ધરોઈથી સી-પ્લેનમાં પરત ફર્યાં

PHOTOS: સાબરમતીથી ઉડાણ ભર્યા બાદ મોદી ધરોઈથી સી-પ્લેનમાં પરત ફર્યાં

આ પ્લેન એક એન્જિનવાળું હોવાને કારણે તેને ઉડાવવા માટે વિદેશથી ખાસ પાયલટ બોલાવવામાં આવ્યો છે.

આ પ્લેન એક એન્જિનવાળું હોવાને કારણે તેને ઉડાવવા માટે વિદેશથી ખાસ પાયલટ બોલાવવામાં આવ્યો છે.

ભાજપ ગુજરાતમાં વિકાસના નામે ચૂંટણી લડી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી આજે અમદાવાદની સાબરમતી નદીમાંથી સી-પ્લેન દ્વારા ઉડાણ ભરીને ધરોઈ ડેમ ગયા હતા. ત્યાર બાદ સી-પ્લેનમાં જ સવાર થઈને તેઓ અમદાવાદ પરત ફર્યા હતા. મોદીના પ્લેને સાબરમતીના પાણીમાંથી ઉડાણ ભરી હતી અને એક કલાક બાદ ધરોઈ ડેમ ખાતે પાણીમાં જ લેન્ડિંગ કર્યું હતું.


ધરોઈ ડેમથી તેઓ સડકમાર્ગે અંબાજી પહોંચ્યા હતા.  જ્યાં તેમણે અંબાજીના દર્શન અને આરતી કરી હતી. રસ્તામાં ઠેર ઠેર તેમનું સ્વાગત થયું હતું. મોદીને આવકારવા માટે મોટી સંખ્યામાં બીજેપી કાર્યકરો હાજર હતા. કાર્યકરો ઉપરાંત મોદીને જોવા માટે રસ્તાની બંને બાજુઓ મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

દેશમાં કોઈ વડાપ્રધાન સિંગલ એન્જિન સી-પ્લેનમાં બેઠા હોઈ એવો પહેલો આ પહેલો બનાવ છે. આ પ્લેન એક એન્જિનવાળું હોવાને કારણે તેને ઉડાવવા માટે વિદેશથી ખાસ પાયલટ બોલાવવામાં આવ્યો છે.




સી-પ્લેને સાબરમતીમાંથી ટેક ઓફ કર્યું હતું


સી-પ્લેનમાં સવાર થયા બાદ લોકોનું અભિવાદન કરતા મોદી


સી પ્લેનની વિશેષતા

  • રન-વે ન હોય ત્યાં વધું ઉપયોગી

  • જમીન અને પાણી બંને પરથી ઉડાણ ભરી શકે

  • 10 અને 14 બેઠકોની ક્ષમતાવાળુ હોય છે સી પ્લેન

  • વિદેશોમાં સી-પ્લેનનું વધુ પ્રચલિત

  • નદી કે દરિયામાં લેન્ડિગ


સી-પ્લેનમાં મુસાફરી કરનાર મોદી પ્રથમ પીએમ

First published:

Tags: Assembly election 2017, Dharoi dam, Gujarat Election 2017, અંબાજી મંદિર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन