અમદાવાદઃ ઓખીનું સંકટ ટળી જતા મોદી ફરી ગુજરાતના ચાર દિવસના પ્રવાસે આવ્યા છે. મોદીએ પોતાની પ્રથમ સભા ધંધુકામાં સંબોધી હતી. અહીં મોદીએ હળવા મૂડમાં ઓખી વાવાઝોડા પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, 'આ ગાંધીનું ગુજરાત છે, અહીં તમામ તોફાનો શાંત થઈ જાય છે. સાથે જ મોદીએ ધંધુકાની પાણીની સમષ્યાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે હવે કોઈ એવું નહીં કહે કે દીકરીને બંદૂકે દેજો પરંતુ ધંધુકે નહીં.'
હવે કોઈ નહીં કહે દીકરીને બંદૂકે દેજો: મોદી
મોદીએ કહ્યું હતું કે, 'પહેલા એવું કહેવાતું હતું કે દીકરીને બંદૂકે દેજો પરંતુ ધંધુકે ન દેજો. મેં મુખ્યમંત્રી બન્યા બાદ આ કલંક મિટાવવાનું કામ શરૂ કર્યું હતું. આજે અહીં નર્મદાનું પાણી પહોંચી ગયું છે. હવે કોઈ એવું નહીં કહે કે દીકરીને બંદૂકે દેજો.'
લંગડી વીજળી શબ્દ હવે ભૂલાયો
મોદીએ કહ્યું હતું કે બહુ ઓછા લોકોને ખબર હશે પરંતુ પહેલા લંગડી વીજળીએ લોકોને પરેશાન કર્યા હતા. લંગડી વીજળીને કારણે ખેડૂતોની પાણીની મોટરો બળી જતી હતી. અમારા પ્રયાસ કરીને આ લંગડી વીજળીનો શબ્દો નાબૂદ થઈ ગયો. હું મુખ્યમંત્રી બન્યા બાદ મને જે પણ લોકો મળવા આવતા તે લંગડી વીજળીને ફરિયાદ કરતા હતા. અમે ખેતરે ખેતરે ટ્રાન્સફોર્મર લગાડીને લંગડી વીજળીની સમષ્યાને જડમૂળથી કાઢી નાખી હતી. હું સીએમ બન્યા બાદ આખા ગુજરાતના લોકોએ મને એક કામ કરવાનું કહ્યું હતું કે, સાંજે જમવાને સમયે વીજળી જવાની સમષ્યામાંથી મુક્તિ અપાવો.'
ગુજરાત સરકારનો ખેડૂતોની લોન માફીનો નિર્ણય ઐતિહાસિકઃ મોદી
મોદીએ પોતાના ભાષણમાં ગુજરાતના સીએમ રૂપાણી, પૂર્વ સીએમ રૂપાણી અને ભાજપ સરકારને અભિનંદન આપતા કહ્યું હતું કે, ગુજરાત સરકારે ખેડૂતોને શૂન્ય વ્યાજ દરે લોન આપવાનો નિર્ણય કર્યો છે તે ઐતિહાસિક છે. આના સારા પરિણામો વર્ષો પછી જોવા મળશે.
કપિલ સિબ્બલને લીધા આડેહાથ
મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે કપિલ સિબ્બલ મુસ્લિમો તરફથી બાબરી કેસ લડી રહ્યા છ ેતેની સામે અમને કોઈ વાંધો નથી. પરંતુ તેઓ કોર્ટમાં એવી દલિલ કેવી રીતે કરી શકે કે બાબરી કેસની સુનાવણી 2019ની લોકસભાની ચૂંટણી પછી કરવામાં આવે? બાબરી કેસની સુનાવણી અને લોકસભાની ચૂંટમીને શું સંબંધ છે? કોંગ્રેસ આ મુદ્દે પણ ચૂંટણીમાં લાભ ખાટવા માંગે છે.
બાબા સાહેબને યાદી કરીને આપી શ્રદ્ધાંજલિ
મોદીએ ધંધુકાની સભામાં બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા કહ્યું હતું કે, 'દેશમાં પાણી સિંચાઈ માટેનું કામ તેમણે કર્યું હતું. રિઝર્વ બેંકનો વિચાર પણ બાબા સાહેબ આંબેડકરે આપ્યો હતો. કોંગ્રેસે માત્ર સરદાર પટેલ જ નહીં બાબા સાહેબ આંબેડકર સાથે પણ અન્યાય કર્યો છે. પરંતુ બાબા સાહેબ ક્યારેય કોંગ્રેસની સામંતશાહી સામે ઝૂક્યા ન હતા.'
મોદીની સભાની હાઇલાઈટ્સ
- ધંધુકા સાથે મારે જૂન સંબંધ
- ધંધુકામાં અમદાવાદથી ટ્રેનમાં બેસીને આવતો, રાત્રે ઓળો જમતો
- અમે ટેન્કરરાજમાંથી પણ મુક્તિ અપાવી
- કોંગ્રેસના સગાના લોકો પાણીના ટેન્કર ચલાવી લૂંટફાટ કરતા
- રાજકારણ કરવું હોય તો અમે પણ ફક્ત હેન્ડપંપ લગાવીને બેસી ગયા હોત
- ઘરે ચાર ચાર બંગડીવાળી ગાડી હોય પણ સલામતી ન હોય તો?
- ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના તમામ લોકોને સલામતી આપી
- ગુજરાતમાં અમે લડાઈ-ઝઘડાની વાતો પુરી કરી, લોકોને સલામતી આપી