Home /News /gujarat /

ઓબામાની સફળતા પર બનેલી ફિલ્મમાં મોદી એકમાત્ર વૈશ્વિક નેતા

ઓબામાની સફળતા પર બનેલી ફિલ્મમાં મોદી એકમાત્ર વૈશ્વિક નેતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક સન્માન મળ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સફળતા રજુ કરવા માટે બનાવાયેલી ફિલ્મમાં મોદી એકમાત્ર વૈશ્વિક નેતા છે કે જેમને આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક સન્માન મળ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સફળતા રજુ કરવા માટે બનાવાયેલી ફિલ્મમાં મોદી એકમાત્ર વૈશ્વિક નેતા છે કે જેમને આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
ન્યૂયોર્ક #વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક સન્માન મળ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સફળતા રજુ કરવા માટે બનાવાયેલી ફિલ્મમાં મોદી એકમાત્ર વૈશ્વિક નેતા છે કે જેમને આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે.

આ ટૂંકી ફિલ્મ બુધવારે ઓબામાના ભાષણ પહેલા ડેમોક્રેટિક કન્વેશનમાં દર્શાવવામાં આવી હતી. જેમાં મોદી અને ઓબામાની મુલાકાતનો એક ફાઇલ ફોટો રજુ કરવામાં આવ્યો હતો. મોદી ઉપરાંત અમેરિકા બહારના કોઇ નેતાને આ વીડિયોમાં સ્થાન આપવામાં આવ્યું હતો તો એ એક માત્ર યૂએનના સેક્રેટરી જનરલ બાન કી મૂન છે.

આ ફિલ્મમાં આઠ વર્ષ રાષ્ટ્રપતિ રહેલા બરાક ઓબામાની સફળતાઓને રજુ કરવામાં આવી છે. જેમાં એમના રાષ્ટ્રપતિકાળના તમામ પાસાઓને બખૂબી રજુ કરવામાં આવ્યા છે. અમેરિકી અર્થવ્યવસ્થાને ફરીથી લાઇન પર લાવવા માટે એમનો પ્રયાસ અને અલ કાયદા આતંકી ઓસામા બિન લાદેનના મોતનો મામલો પણ છે.

ક્રિસમસના હળવા મૂડમાં તે ગીત પણ ગણગણી રહ્યા છે. 5 મિનિટના આ લાગણીસભર વીડિયોનો ઉદેશ્ય ઓબામાના ટીકાકારોની બોલતી બંધ કરવાનો છે. આ વીડિયોમાં ન્યૂટાઉન, કનેક્ટીકટની સેન્ડી હુક એલિમેન્ટ્રી સ્કૂલમાં થયેલા નરસંહાર પરની ઓબામાની ભાવુક પ્રતિક્રિયા પણ દર્શાવવામાં આવી છે.
First published:

Tags: અમેરિકા, નરેન્દ્ર મોદી, બરાક ઓબામા, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन