Home /News /gujarat /

મોદી-નેતન્યાહૂએ ઉડાવી પતંગ, તસવીરોમાં જુઓ ગાંધી આશ્રમની મુલાકાત

મોદી-નેતન્યાહૂએ ઉડાવી પતંગ, તસવીરોમાં જુઓ ગાંધી આશ્રમની મુલાકાત

પતંગ પર હાથ અજમાવી રહેલા નેતન્યાહૂ અને મોદી

સવારે એરપોર્ટ આવી પહોંચેલા નેતન્યાહૂ પીએમ મોદી સાથે રોડ શો કરીને ગાંધી આશ્રમ પહોંચ્યા છે. 

    અમદાવાદઃ  ભારતના પ્રવાસે આવેલા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ અમદાવાદના પ્રવાસે પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે આગમન બાદ મોદી સાથે તેઓ રોડ શો કરીને ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. અહીં બંને નેતાઓએ અડધો કલાક જેટલો સમય પસાર કર્યો હતો.

    નેતન્યાહૂ સાથે તેમના પત્ની સારા પણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. એરપોર્ટથી બંને દેશના નેતાઓ ખુલ્લી જીપમાં રોડ શો કરવાના હતા, પરંતુ સુરક્ષાને કારણે બંને નેતાઓ બંધ ગાડીમાં જ ગાંધી આશ્રમ સુધી પહોંચ્યા હતા. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી બંને રસ્તામાં વિવિધ ટેબ્લો દ્વારા ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. રસ્તામાં બંને નેતાઓને જોવા માટે લોકોની ભીડ  જામી હતી. ઠેરઠેર ગુજરાતના લોક નૃત્ય, ડાન્સ અને ગરબાના કાર્યક્રમોનું આયોજન થયું હતું.

    ગાંધી આશ્રમ ખાતે નેતન્યાહૂ અને તેમના પત્નીનું સતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. બંનેએ ગાંધીજીની તસવીરને સુતરની આંટી પહેરાવી હતી. મોદી સાથે બંને લોકોએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમજ ગાંધીજીના પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. બનેએ રેટિંયો પણ કાંત્યો હતો.

    ગાંધી આશ્રમ ખાતે જ ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ અે મોદીએ પતંગ ઉડાવવા પર પણ હાથ અજમાવ્યો હતો. ગાંધી આશ્રમ બાદ બંને નેતાઓ એરપોર્ટ જવા રવાના થયા હતા.

    આશ્રમ ખાતે રેટિંયો કાંતી રહેલા ઇઝરાયેલના પીએમ તેમજ તેમના પત્નીસારા


    આશ્રમ ખાતે રેટિંયો કાંતી રહેલા ઇઝરાયેલના પીએમ તેમજ તેમના પત્નીસારા


    હૃદયકુંજ ખાતે મોદી, નેતન્યાહૂ અને તેમના પત્ની સારા


    પતંગ ઉડાવવાની મજા માણી રહેલા ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ


    નેતન્યાહૂના પત્ની સારાએ પણ સાબરમતીના કાંઠે પતંગ ઉડાવવાની મજા માણી હતી


    ગાંધીજીની તસવીરને નેતન્યાહૂ અને તેમના પત્નીએ સુતરની આંટી ચડાવી હતી


    નેતન્યાહૂએ ગાંધી આશ્રમની બુકમાં લખેલો સંદેશ


    ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા નેતન્યાહૂ
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ahmedabad airport, Gandhi Ashram, Netanyahu, મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन