Home /News /gujarat /

મોદી સરકારનું ખુલ્લુ એલાન, જાહેર નહીં કરાય સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા

મોદી સરકારનું ખુલ્લુ એલાન, જાહેર નહીં કરાય સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા

મોદી સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સેના દ્વારા કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનના પુરાવા જાહેર નહીં કરાય, સરકારની આ સ્પષ્ટતા સાથે હવે આ મામલે ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લાગી ગયું છે.

મોદી સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સેના દ્વારા કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનના પુરાવા જાહેર નહીં કરાય, સરકારની આ સ્પષ્ટતા સાથે હવે આ મામલે ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લાગી ગયું છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #મોદી સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સેના દ્વારા કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનના પુરાવા જાહેર નહીં કરાય, સરકારની આ સ્પષ્ટતા સાથે હવે આ મામલે ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લાગી ગયું છે.

સરકારના વરિષ્ઠ સુત્રોએ એક અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, આ સમયે ભારત યુધ્ધ નથી ઇચ્છતું. પરંતુ એનો મતલબ એ નથી કે જો અમારી સામે યુધ્ધ થોપી બેસાડાશે તો અમે એનો જવાબ નહીં આપીએ.

ભારત માટે સૌથી મોટી સફળતા એ છે કે અત્યાર સુધી દુનિયાના કોઇ દેશે ભારતના આ ઓપરેશનને લઇને સવાલ નથી ઉઠાવ્યા. જેમાં પાકિસ્તાનના મિત્ર ગણાતા ચીન અને અન્ય મુસ્લિમ દેશો પણ ભારતના પક્ષમાં છે.

અબૂધાબીના શહેજાદા મોહમ્મદ બિન જાયદ અલ નાયહા આગામી વર્ષે ભારતના ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય મહેમાન છે. આ પણ સરકારની એક ખાસ રણનીતિનો જ ભાગ છે. જેમાં બીજા અન્ય દેશોને એ સંદેશ જશે કે ઇસ્લામિક દેશો પણ ભારતની સાથે છે.
First published:

Tags: નરેન્દ્ર મોદી, પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन