Home /News /gujarat /

મોદી આજથી ચાર દિવસના ગુજરાત પ્રવાસે, આજે ત્રણ ચૂંટણી સભા સંબોધશે

મોદી આજથી ચાર દિવસના ગુજરાત પ્રવાસે, આજે ત્રણ ચૂંટણી સભા સંબોધશે

ઓખી વાવાઝોડાને સંકટને કારણે મંગળવારે મોદીનો ગુજરાત પ્રવાસ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઓખી દરિયામાં જ સમાઈ જતા મોદી તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચૂંટણી પ્રવાસ કરશે.

ઓખી વાવાઝોડાને સંકટને કારણે મંગળવારે મોદીનો ગુજરાત પ્રવાસ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઓખી દરિયામાં જ સમાઈ જતા મોદી તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચૂંટણી પ્રવાસ કરશે.

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ચાર દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. 6 ડિસેમ્બરથી 9 તારીખ સુધી તેઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. મોદી આજે ત્રણ જનસભાને સંબોધિત કરશે. મોદીના નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ આજે સવારે 9:30 વાગ્યે ધંધુકામાં જનસભા સંબોધશે. બપોરે 12 વાગ્યે તેઓ દાહોદના ખરોડમાં સભા કરશે. બપોરે બે વાગ્યે તેઓ નર્મદામાં જનસભા સંબોધશે. નોંધનીય છે કે ઓખી વાવાઝોડાને સંકટને કારણે મંગળવારે મોદીનો ગુજરાત પ્રવાસ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઓખી દરિયામાં જ સમાઈ જતા મોદી તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચૂંટણી પ્રવાસ કરશે. મોદી ઉપરાંત આજે ગુજરાતમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની પણ ચૂંટણી પ્રચાર કરશે.

મોદીનો ગુજરાત પ્રવાસ

6 ડિસેમ્બર

ધંધુકામાં 9.30 કલાકે આવશે
દાહોદમાં 12 કલાકે આવશે
નેત્રંગમાં 2 કલાકે કરશે સભા
સુરતમાં 6 વાગે કરશે સભા

7 ડિસેમ્બર

સુરત

8 ડિસેમ્બર

ભાભરમાં 11 કલાકે પહોંચશે
કલોલમાં 12.30 કલાકે પહોંચશે
હિંમતનગરમાં 2.30 કલાકે પહોંચશે
વટવામાં 4 કલાકે પહોંચશે

9 ડિસેમ્બર

લુણાવાડામાં 9.30 કલાકે પહોંચશે
બોડેલીમાં 11 કલાકે પહોંચશે
આણંદમા 12 કલાકે પહોંચશે
મહેસાણામાં 3 કલાકે પહોંચશે
First published:

Tags: Assembly election 2017, Election campaign, Gujarat Election 2017, ગુજરાત પ્રવાસ મોદી કાર્યક્રમ

આગામી સમાચાર