Home /News /gujarat /

મોદી અને નેતન્યાહૂ આવતીકાલે આવશે ગુજરાત, જાણો આખો કાર્યક્રમ

મોદી અને નેતન્યાહૂ આવતીકાલે આવશે ગુજરાત, જાણો આખો કાર્યક્રમ

ઇઝરાયેલના પીએમ સાથે મોદી

બંને દેશના વડા બાવળા ખાતેના આઈક્રિએટ સેન્ટરમાં આવતીકાલે બપોરે હાજરી આપશે.

    અમદાવાદઃ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સાથે ગુજરાતની મુલાકાતે આવવાના હોવાથી ગુજરાતના વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. આ મુલાકાતને ઐતિહાસિક બનાવવા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. બંને દેશના વડા બાવળા ખાતેના આઈક્રિએટ સેન્ટરમાં આવતીકાલે બપોરે હાજરી આપશે. કાર્યક્રમમાં બંને દેશના ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. અલગ-અલગ 36 જેટલા પ્રોજેક્ટો પણ બનાવવામાં આવ્યા છે.

    મોદી અને નેતન્યાહૂનો કાર્યક્રમ

    - 17મીએ સવારે 10 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી આવશે.
    - ઇઝરાયેલી પીએમ બેન્જામીન નેતન્યાહૂ 10.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે.
    - એરપોર્ટથી બંને પીએમ ખુલ્લી જીપમાં ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે.
    - 11.15 વાગ્યે ગાંધી આશ્રમ પહોંચશે, 11.50 સુધી ગાંધી આશ્રમમાં રહશે.
    - ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે, હૃદયકુંજની મુલાકાત લેશે સાથે ચરખો કાંતશે અને પ્રદર્શન નિહાળશે.
    - PMને ગાંધી આશ્રમ તરફથી સત્યના પ્રયોગો ભેટમાં અપાશે.
    - ગાંધી આશ્રમથી હેલિકોપ્ટર મારફતે બાવળા જશે.
    - બાવળા આઇક્રિએટ સેન્ટર ઉપર 12.30 વાગ્યે પહોંચશે.
    - આઈક્રેઅટ સેન્ટરમાં 1500થી વધુ ગુજરાતના ઉદ્યોગપતિઓ હાજરી આપશે.
    - બાવળામાં જ સીઈઓ લંચનું આયોજન પણ કરાયું છે. જેમાં બંને દેશોના પીએમ સાથે લંચ લેશે.
    - 2 વાગ્યે બંને નેતાઓ બળવાથી હેલિકોપ્ટર દ્વારા સાબરકાંઠા વડરાજ પહોંચશે.
    - અહીં કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ નિષ્ણાતો, કૃષિ યુનિ.ના કુલપતિઓ, કૃષિ નિષ્ણાત ખેડૂતોને પણ આમંત્રણ અપાશે.
    - એક કલાકની આસપાસનો કાર્યક્રમ રહેશે.
    - બાદમા 4.45 બંને પીએમ હેલિકોપ્ટરથી સીધા અમદાવાદ એરપોર્ટ આવશે.
    - અમદાવાદ એરપોર્ટ થી સીધા દિલ્હી રવાના થશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Benjamin Netanyahu, અમદાવાદ, મોદી

    આગામી સમાચાર