Home /News /gujarat /PM મોદીને જન્મદિવસે યાદગાર ભેટ આપવા આ અમદાવાદી 9મહિનાથી કરે છે તૈયાર
PM મોદીને જન્મદિવસે યાદગાર ભેટ આપવા આ અમદાવાદી 9મહિનાથી કરે છે તૈયાર
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બે જન્મ દિવસ છે. જન્મદિવસને યાદગાર બનાવવા માટે ભાજપના કાર્યકરોતો તૈયારી કરી રહ્યા છે.પરંતુ અમદાવાદના પેઈન્ટર મુનવ્વર હુસેન વડાપ્રધાન મોદીને જન્મ દિવસે યાદગાર ભેટ આપવાના છે. આ ભેટ તેઓ નવ મહિનાથી તૈયાર કરી રહ્યા છે.

2002માં મુનવ્વર હુસેન ટેક્સી ડ્રાઈવર હતા અને 2002ના રમખાણમાં મુનવ્વર હુસેનની ટેક્સી બળીને ખાખ થઈ ગઇ હતી.જો કે રોજીરોટી કમાવવાનું સાધન જતુ રહ્યુ હતુ પરંતુ મુનવ્વર હુસેનને કુદરતે આપેલી કલાના કારણે તેમની જીંદગી બદલાઇ છે.પેઈન્ટીંગ અને કૃર્તિઓને કાગળ પર કંડારવા પ્રત્યેય રુચી લાગી ગયા અને અનેક કૃ્ર્તીઓને કાગળ પર કંડારી દિધી છે.જો કે મુનવ્વર હુસેન બનાવેલ પેઈન્ટીંગને દેશ વિદેશના લોકો ખરીદવા પણ લાગ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન એવા મહેસાણા જિલ્લાના વડનગરમાં ઘણો સમય વિતાવ્યો હતો.અને નરેન્દ્ર મોદી જે જે સ્થળ પર સમય વિતાવ્યો છે.તે તે જગ્યાને પણ પેઈન્ટર મુનવ્વર હુસેને કાગળ પર કંડારી છે.
વડનગરનું રેલવે સ્ટેશન,કિર્તી તોરણ,સમિષ્ઠા તળાવ,અર્જુનબારી દરવાજા,અર્જુનબારી દરવાજા ગણેશ,તાનારીરી ગાર્ડન,નરેન્દ્ર મોદીના ઘરની સેરીઓ,અને નરેન્દ્ર મોદીજે જગ્યાએ વાચન માટે કરતા હતા તે લાઈબેરીનુ અદભુત પેઈન્ટીંગ મુનવ્વર હુસેને તૈયાર કરી છે અને આ પેઈન્ટીંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર વડનગરની યાદગાર જગ્યાને ભેટ કરશે.
પેઈન્ટર મુનવ્વર હુસેન આજે પણ નરેન્દ્ર મોદીથી પ્રભાવીત છે.નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારથી તેમની ઈચ્છા હતી કે તેમને એવી વસ્તુ ભેટ કરે કે હમેશા માટે યાદગાર બની રહે.જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ કરવા માટે છેલ્લા નવ મહિનાથી મહેનત કરીને પેઈન્ટીંગ મુનવ્વર હુસેન તૈયાર કર્યા છે.