Home /News /gujarat /

'પતંગોત્સવ'ના મહેમાન બનશે ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂ અને PM મોદી

'પતંગોત્સવ'ના મહેમાન બનશે ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂ અને PM મોદી

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી આગામી 13 અને 14 જાન્યુઆરીએ ગુજરાતમાં આવશે. તો પીએમ મોદી સાથે ઈઝરાયેલાના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ પણ ગુજરાતમાં આવશે.

પીએમ મોદી અને ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ આવવાના હોવાથી રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહત્વનું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં બંને દેશોના પ્રધાનમંત્રી વચ્ચે બેઠક યોજાશે. જો કે કાર્યક્રમની સત્તાવાર જાહેર કરવામાં આવી નથી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર કાર્યક્રમની જાહેરાત ટુંક સમયમાં જ કરવામાં આવશે.

તો નરેન્દ્ર મોદી 29માં ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું ઉદ્ધાટન પણ કરશે. આ દરમિયાન ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ પણ હાજર રહેશે.આમ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ ગુજરાતમાં આવી રહ્યાં હોવાથી ગુજરાત સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જો કે આ પહેલા અનેક દેશોના પ્રધાનમંત્રીઓ ગુજરાતના મહેમાન બની ચુક્યા છે.

મહત્વનું છે કે નરેન્દ્ર મોદી ઈઝરાયલની મુલાકાત લેનારા દેશના પહેલાં પ્રધાનમંત્રી બન્યા છે. અને એ જ વખતે મોદીએ બેન્જામિન નેતન્યાહૂને ગુજરાત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારે બંને દેશોના PM વચ્ચેની મુલાકાત દરમિયાન અનેક કરારો થશે. તેમજ ઇઝરાયલ સાથે કૃષિ- ટેક્નોલોજી ક્ષેત્રે સમજૂતીને લઈને કરારો થઈ શકે છે.
First published:

Tags: Benjamin Netanyahu, Israel, ગુજરાત, મોદી

આગામી સમાચાર