Home /News /gujarat /ત્રણ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ત્રણ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

વરસાદની આગાહીની સેટેલાઇટ તસવીર

ત્રણ દિવસમાં ઉત્તરગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તરોમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે

  ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતમાં ચોમાસું શરૂ થયું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદે દેધનાધન કરી મુકી છે. ત્યારે આગામી ત્રણ દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.

  હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે પહેલા દિવસે ગુજરાતના સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, ગીરસોમનાથ અને દીવ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આ ઉપરાંત કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડશે.

  બીજા દિવસે પણ સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, ગીરસોમનાથ અને દીવ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. બાકીના સ્થળોએ સ્વચ્છ હવામાન રહેશે.

  ત્રીજા દિવસની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુરમાં પણ હળવો વરસાદ રહેવાની સંભાવના છે.

  સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના વિસ્તોરમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદની આગાહી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Kutch, Rain forecast, Saurashtra, ઉત્તર ગુજરાત, ગુજરાત, દક્ષિણ ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन