Home /News /gujarat /

મોબાઈલ પે ચર્ચાઃ મોદી ગુજરાતની મહિલા કાર્યકરોને એપથી કરશે સંબોધન

મોબાઈલ પે ચર્ચાઃ મોદી ગુજરાતની મહિલા કાર્યકરોને એપથી કરશે સંબોધન

અમદાવાદઃ નરેન્દ્ર મોદી આજે સાંજે 4.30 વાગ્યે ભાજપની મહિલા કાર્યકરોને સંબોધન કરશે. જોકે, આ માટે મોદી રૂબરુ નહીં આવે. મોદી મોબાઈલ એપની મદદથી મહિલાઓને સંબોધન કરશે. આ પહેલા મોદી બે વખત ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી ચુક્યા છે. બે દિવસમાં મોદીએ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અનેક ચૂંટણી સભાને સંબોધી હતી.

મોબાઈલ પે ચર્ચા

મોદી મોબાઈલ એપથી મહિલા કાર્યકરો સાથે ચર્ચા કરશે. જેમાં મોદી મહિલાઓના પ્રશ્નોના જવાબ પણ આપે તેવી શક્યતા છે. મોદી મહિલાઓની સમસ્યા અને પ્રગતિને લઈને ચર્ચા કરશે. રાજનીતિમાં મહત્વ અને તેમની સ્થિતિ અંગે પણ ચર્ચા થશે. આ માટે શહેરી વિસ્તારોમાં વિધાનસભા બેઠક પ્રમાણે એક સ્થળે મહિલાઓને એકત્ર કરવામાં આવશે. આ અંગેની માહિતી મોદીએ ટ્વિટ કરીને આપી હતી.
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन