Home /News /gujarat /

મહીસાગર: કિશોર મોબાઇલ ચાર્જિગ સમયે રમી રહ્યો હતો ગેમ, અચાનક બ્લાસ્ટ થતા થયો ઇજાગ્રસ્ત

મહીસાગર: કિશોર મોબાઇલ ચાર્જિગ સમયે રમી રહ્યો હતો ગેમ, અચાનક બ્લાસ્ટ થતા થયો ઇજાગ્રસ્ત

કિશોરના હાથના પંજાનો એક્સ રે

Mahisagar news: મોબાઇલ બ્લાસ્ટ થતા ધોરણ 11માં ભણતા કિશોરને ગંભીર ઈજા પહોંચી હતી.

    મહીસાગર: હાલ મોબાઇલ ફોન જીવન જરૂરિયાત જેવો બની ગયો છે. તેમા પણ કોરોનાકાળમાં બાળકો મોબાઇલમાં જ અભ્યાસ કરે છે. ત્યારે અનેક બાળકોને મોબાઇલમાં ગેમ રમવાની પણ ટેવ પડી જતી હોય છે. ત્યારે મહિસાગરનો (Mahisagar) આ કિસ્સો માતા પિતા માટે લાલબત્તી સમાન છે. મહીસાગરના બાલાસિનોર (Balashinor) ગામમાં કિશોર ચાર્જિંગ (blast while mobile charging) સમયે મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો. તે દરમિયાન જ અચાનક બ્લાસ્ટ થયો હતો. જેના કારણે કિશોરની આંગળીઓના ટેરવા ગંભીર રીતે ચિરાઇ ગયા હતા. જેમાથી લોહી નીકળી રહ્યુ હતુ. હાલ કિશોરની બાયડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

    આંગળીઓના ટેરવા ફાટી ગયા છે

    મહીસાગરના બાલાસિનોરમાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. બાલાસિનોરના ભમરીયા ગામમાં મોબાઈલમાં ચાલુ ચાર્જિંગ સમયે ગેમ રમતા બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ બ્લાસ્ટ થતા ગેમ રમતા ધોરણ 11માં ભણતા કિશોરને ગંભીર ઈજા પહોંચી હતી. કિશોરના હાથની આંગળીઓના ટેરવા પર ગંભીર ઇજા થઇ છે. તેના હાથના ચીંથરા ઉડી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.

    કિશોરની આંગળીઓનું કરાયુ હોસ્પિટલ

    તેના હાથની તમામ આંગળીઓનો આગળનો ભાગ બ્લાસ્ટમાં ફાટી ગયો હતો. આંગળીના ટેરવાને એટલુ નુકસાન થયુ હતું કે, ઓપરેશન કરવાની ફરજ પડી હતી. કિશોરને હાલ સારવાર માટે બાયડ હોસ્પિટલમાં ખસેડાયો છે. બે કલાકના ઓપરેશન બાદ કિશોરની આંગળીઓને બચાવી લેવાઈ હતી.

    થોડા સમય પહેલા મહેસાણામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. બહુચરાજીમાં મોબાઈલને કારણે કિશોરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. છેટાસણા ગામે કિશોરી જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં રાખીને ફોન પર વાત કરી રહી હતી ત્યારે મોબાઈલમાં બ્લાસ્ટ થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ધડાકા ભેર અવાજ સંભાળાતા આસપાસના લોકો કિશોરીના રૂમમાં દોડી આવ્યા હતા જોકે 17 વર્ષીય શ્રધ્ધા દેસાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

    નોંધનીય છે કે, મોબાઇલ બ્લાસ્ટ થવાના અનેક કારણો હોય છે. પરંતુ મુખ્ય કારણ મોબાઇલ ગરમ થવાનું હોય છે. જ્યારે મોબાઈલ નું તાપમાન ખૂબ જ વધી જાય ત્યારે બેટરીમાં રહેલા દ્રવ્ય રાસાયણિક પ્રક્રિયા ચાલુ કરી દેશે. જેનાથી મોબાઇલમાં ઝીણી ઝીણી હલચલ થાય છે અને તાપમાન વધારે હોવાના કારણે મોબાઇલ ધડાકા સાથે બ્લાસ્ટ થાય છે. તાપમાન વધવાના કારણે લાંબા સમય સુધી મોબાઇલનો ઉપયોગ કરવાના કારણે મોબાઈલ બ્લાસ્ટ થાય છે. ગરમ જગ્યા ઉપર રાખવાથી તેમાં સીધેસીધી હિટ મોબાઇલમાં દાખલ થાય છે. જ્યારે મોબાઇલમાં રેડિએશન પાવર હાય થઈ જાય છે ત્યારે મોબાઇલ બ્લાસ્ટ થઈ શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Mahisagar, OMG, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन