Home /News /gujarat /

ધારાસભ્ય કિરીટ પટેલનો આક્ષેપ, સમાજ કલ્યાણના છાત્રાલયમાં રૂપિયાની ફાળવણીમાં મોટું કૌભાંડ

ધારાસભ્ય કિરીટ પટેલનો આક્ષેપ, સમાજ કલ્યાણના છાત્રાલયમાં રૂપિયાની ફાળવણીમાં મોટું કૌભાંડ

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે કે સમાજ કલ્યાણ વિભાગના છાત્રાલયમાં રૂપિયાની ફાળવણીમાં મોટું કૌભાંડ થયું

ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું કે સ્ટ્રીંગ ઓપરેશનમાં સંચાલકો કહી રહ્યા છે કે 1.80 કરોડ રૂપિયામાં છાત્રાલય વેચાતું મળશે. શિક્ષકોની ભરતી પણ 10થી 12 લાખ રૂપિયા લઈને કરવામાં આવે છે

    કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે કે સમાજ કલ્યાણ વિભાગના છાત્રાલયમાં રૂપિયાની ફાળવણીમાં મોટું કૌભાંડ થયું છે. છેલ્લા 15 વર્ષ દરમિયાન 15 હજાર કરોડથી વધારે રૂપિયા OBC માટે ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણીમાં મોટું કૌભાંડ થયું છે જેની તપાસ થવી જોઈએ

    કિરીટ પટેલે વધુ આક્ષેપ કરતા કહ્યું હતું કે સમાજ કલ્યાણ વિભાગના નિયામક તરીકે કેજી વણઝારા છેલ્લા 2001થી નિમાયક તરીકે ફરજ બજાવે છે. તે છેલ્લા 2001થી એટલે કે 17 વર્ષથી ફરજ બજાવે છે જે નિયમની વિરુદ્ધમાં છે. SC/STના નિયામક બે-ત્રણ વર્ષે બદલાઈ જાય છે તો ઓબીસીના નિયામક તરીકે આટલા વર્ષથી એક કેમ રાખવામાં આવ્યા છે.

    ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું કે સ્ટ્રીંગ ઓપરેશનમાં સંચાલકો કહી રહ્યા છે કે 1.80 કરોડ રૂપિયામાં છાત્રાલય વેચાતું મળશે. શિક્ષકોની ભરતી પણ 10થી 12 લાખ રૂપિયા લઈને કરવામાં આવે છે. સીએમ બંગલા ની પાછળ બોરીજમાં છાત્રાલય ચલાવામાં આવે છે. બોરીજ ગામ માં કે જી વણઝારાના સંબંધી દ્વારા છાત્રાલય ચલાવાય છે. 150 વિદ્યાર્થીઓમાંથી માત્ર 15 થી 20 વિદ્યાર્થીઓ છાત્રાલયમાં જોવા મળે છે
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Kirit patel, કૌંભાંડ, ધારાસભ્ય

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन