Home /News /gujarat /

લ્યો બોલો! અલ્પેશ ઠાકોરે હાઇકોર્ટમાં કહ્યું, મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું જ નથી

લ્યો બોલો! અલ્પેશ ઠાકોરે હાઇકોર્ટમાં કહ્યું, મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું જ નથી

અલ્પેશ ઠાકોર (ફાઇલ તસવીર)

કોંગ્રેસ પક્ષ દ્વારા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી હાથધરાતા આજે ગુરુવારે અલ્પેશ ઠાકોર હાઇકોર્ટમાં હાજર રહ્યા હતા.

    ન્યૂઝ18ગુજરાતીઃ રાધનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા એવા અલ્પેશ ઠાકોર અત્યારે વિવાદોમાં ઘેરાયેલા છે. પોતાના કોંગ્રેસમાંથી રાજીનામા અંગે અનેક પ્રશ્નો ઊભા થયેલા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી હાથધરાતા આજે ગુરુવારે અલ્પેશ ઠાકોર હાઇકોર્ટમાં હાજર રહ્યા હતા. અને તેમણે પોતાનો પક્ષ રજૂ કરતા સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં ચોંકાવનારી વિગત જણાવી હતી. સોગંદનામામાં જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું જ ન હતું.

    મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસમાંથી રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે થોડા મહિનાઓ પહેલા રાજીનામું આપવાની વિગતો સામે આવી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવા અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવા પાત્ર નહીં હોવાથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે અલ્પેશ ઠાકોર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પોતાનું સોગંદનામુ રજૂ કર્યું હતું.

    અલ્પેશ ઠાકોરે પોતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ન હોવાનું ચોંકાવનારું સોંગદનામું રજૂ કર્યું હતું. આમ અલ્પેશ ઠાકોરે પોતાના રાજીનામા અંગે ગુજરાત હાઇકોર્ટમાં મોટો ધડાકો કર્યો હતો. બીજી તરફ અલ્પેશ ઠાકોરના કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ થયો નથી. અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું રાજીનામું કાયદેસરનું ગણી શકાય નહીં અને તેના આધારે અલ્પેશ ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહીં પણ થઇ શકે નહીં એમ કોર્ટે જણાવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

    આ પણ વાંચોઃ-તલાલા કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગા બારડે સ્ટે માટે હાઈકોર્ટમાં અપીલ કરી

    ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામાની વાત જ્યારે વહેતી થઇ હતી. ત્યારે અલ્પેશ ઠાકોર અનેક વિવાદોમાં સપડાયા હતા. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવા જઇ રહ્યા હોય એવા સમાચારો પણ વહેતા થયા હતા. જોકે, આજે અલ્પેશ ઠાકોરના સોગંદનામાથી પ્રવર્તમાન ચર્ચાઓનો અંત આવ્યો છે.
    Published by:ankit patel
    First published:

    Tags: MLA Alpesh Thakor, અમદાવાદ, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત હાઇકોર્ટ, ધારાસભ્ય

    આગામી સમાચાર