ગરુડેશ્વરના ગોરા ગામ ખાતે આવેલા શ્રી ભારતી આશ્રમના ગાદીપતિ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતીજી મહારાજ હાઇવે પર કપુરાઈ ચોકડીથી રહસ્યમય સંજોગોમાં ગૂમ થયા હતા.
Gujarat latest News: હરિહરાનંદ ભારતી તારીખ 30મી એપ્રિલે વડોદરા આવ્યા પછી રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ ગયા હતા.
વડોદરા: ભારતી આશ્રમના (Bharti Ashram) ગાદીપતિ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતી મહારાજ (Mahamandaleshwar Swami Hariharanand Bharti Maharaj) 30મી તારીખથી રહસ્યમ્ય સંજોગોમાં ગૂમ થયા છે. જે બાદથી આખા રાજ્યામા ચકચાર મચી જવા પામ્યો છે. સ્વામીને શોધવા માટે પોલીસની વિવિધ ટીમો દોડતી થઇ ગઇ છે. ત્યારે વડોદરા પોલીસના (Vadodara Police) જણાવ્યા પ્રમાણે, હરિહરાનંદ ભારતી મહારાજ મહારાષ્ટ્રના નાસિકમાં સલામત છે. તેઓને હાલ મહારાષ્ટ્રથી એક ટેક્સીમાં વડોદરા લાવવામાં આવી રહ્યા છે. આ માહિતી ભારતી આશ્રમ સાથે સંકળાયેલા વ્યક્તિએ આ માહિતી આપી હતી.
કપુરાઈ ચોકડીથી રહસ્યમય સંજોગોમાં થયા હતા ગૂમ
ગરુડેશ્વરના ગોરા ગામ ખાતે આવેલા શ્રી ભારતી આશ્રમના ગાદીપતિ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતીજી મહારાજ હાઇવે પર કપુરાઈ ચોકડીથી રહસ્યમય સંજોગોમાં ગૂમ થયા હતા. પોલીસે ચેક કરેલા સીસીટીવી ફૂટેજમાં સાધુ કપુરાઇ બ્રિજથી તરસાલી તરફ ચાલતા જતા દેખાઇ રહ્યા હતા. ત્યારબાદ આગળના કોઇ સીસીટીવી ફૂટેજમાં તેઓ દેખાતા નથી. તેઓ કોઇ વાહનમાં બેસી ગયા હોય કે પછી કપુરાઇ બ્રિજથી તરસાલી બ્રિજની વચ્ચે કોઇ રોડ પર થઇને અન્ય કોઈ સ્થળે જતા રહ્યા હોવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. પરંતુ હવે તેમની ભાળ મળી ગઇ છે.
વડોદરા પોલીસે આપેલી માહિતી પ્રમાણે તેઓ મહારાષ્ટ્રના નાસિકમાં સલામત છે. ભારતી આશ્રમ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જ આ અંગેની માહિતી આપી છે. તેઓને હવે નાસિકથી વડોદરા લાવવામાં આવી રહ્યા હોવાનું કહેવાઇ રહ્યુ છે.
ભારતી આશ્રમનું મુખ્ય મથક જુનાગઢ ગીરનારની તળેટીમાં
ભારતી આશ્રમનું મુખ્ય મથક જુનાગઢ ગીરનારની તળેટીમાં ભારતી આશ્રમ છે. આ ઉપરાંત પાંચ અન્ય સ્થળો પર ભારતી આશ્રમ આવેલા છે. જેમાં અમદાવાદમાં સરખેજ અને સનાથલ, સાવરકુંડલામાં વાંસીયા ભાટ ખાતે અને એક કેવડિયામાં મળીને કુલ પાંચ આશ્રમો છે. ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ વિલ મુજબ ગાદીપતિ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીને નિયુક્ત કરકવામાં આવ્યા હતા. ત્યારથી જ વિવાદની શરૂઆત થઈ હોવાનું જણાવવામાં આવ્યુ છે.
હરિહરાનંદ ભારતી તારીખ 30મી એપ્રિલે વડોદરા આવ્યા પછી રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ ગયા હતા. બીજે દિવસે સવારે તેમના આશ્રમ દ્વારા વાડી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. પોલીસે મહારાજને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન એવી વિગતો સામે આવ હતી કે તેઓ વડોદરા નજીકની કપુરાઇ ચોકડી પાસે રુદ્રાક્ષ હાઇટમાં રહેતા સેવક રાકેશભાઇ રસિકભાઇ ડોડિયાના ઘરે ભોજન કરવા ગયા હતા.
જે બાદ મહારાજ અન્ય સેવક કાળુભાઇની સાથે જવાના હતા. સેવક રાકેશભાઇ કારમાં મહારાજને કપુરાઇ ચોકડી હનુમાન દાદાની ડેરી પાસે છોડી આવ્યા હતા. ત્યારબાદ સેવક રાકેશભાઇ થોડીવાર ઉભા રહ્યા હતા. મહારાજે તેમને જવાનું કહેતા તેઓ જતા રહ્યા હતા. તે પછી મહારાજ બ્રિજ તરફ નીકળ્યા હતા. ત્યારબાદ તેઓનો કોઇ પત્તો ભાળ મળી નથી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર