એક મિસ્ડ કોલ આવ્યો અને ખાતું ખાલી? અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો
એક મિસ્ડ કોલ આવ્યો અને ખાતું ખાલી? અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો
Cyber crime News: કોલકાતા, વોડાફોન સ્ટોર્સથી બન્ને સીમકાર્ડ બંધ થયા છે. જે બાદ પોસ્ટ પેઈડ નંબર એક્ટિવેટ કરાવી પ્રિ-પેડ ડીએક્ટિવેટ કરાવીને મોબાઈલ ચાલુ કરાવ્યો હતો.
Cyber crime News: કોલકાતા, વોડાફોન સ્ટોર્સથી બન્ને સીમકાર્ડ બંધ થયા છે. જે બાદ પોસ્ટ પેઈડ નંબર એક્ટિવેટ કરાવી પ્રિ-પેડ ડીએક્ટિવેટ કરાવીને મોબાઈલ ચાલુ કરાવ્યો હતો.
અમદાવાદ: ઓનલાઇન ઠગાઇના (online fraud) રોજ નવા નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદનો (Ahmedabad) આ કિસ્સો વાંચીને તમે પણ માથું ખંજવાળવા લાગશો. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને કેમીકલનો હોલસેલનો વેપાર કરતા યુવકના મોબાઈલ પર મિસ કોલ (missed call) કરીને સીમકાર્ડ બંધ કરી તમામ ડિટેલ્સ મેળવીને ખાતામાંથી રૂ.46.38 લાખ સેરવી લેવામાં આવ્યા છે. આ વેપારીના ફોન પર મિસ્ડ કોલ કરીને સીમકાર્ડ હેન્ગ (sim card hang) કરી દેવામાં આવ્યા. જે પછી કોલકાતાના વોડાફોન સ્ટોર્સમાંથી સીમકાર્ડ બંધ કરાવાયા હતા અને 11 ટ્રાન્ઝેક્શનથી પૈસા પણ પશ્ચિમ બંગાળના ત્રણ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા છે. આ અંગે વેપારીએ સાયબર ક્રાઈમ (Cyber crime) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બપોરે મિસ્ડ કોલ આવ્યો હતો
રાકેશભાઈ સોમાલાલ શાહ કેમિકલનો વ્યવસાય કરે છે અને બેન્ક ઓફ બરોડામાં બે એકાઉન્ટ ધરાવે છે. રાકેશભાઈ બે મોબાઈલ નંબર છે, પરકંતુ તેમને ઈનકમિંગ કોલ એક જ નંબર ઉપર આવે તેવી વ્યવસ્થા ગોઠવી છે. તા. 22 ડીસેમ્બરે બપોરે સવા ચાર વાગ્યાની આસપાસ તેમને એક મિસ્ડ કોલ આવ્યો હતો. આ પછી થોડી જ મિનિટમાં રાકેશભાઈના બન્ને મોબાઈલ ફોન નંબરના ટાવર અનરિચેબલ થઈ ગયા હતા. જે બાદ બન્ને સીમકાર્ડ પણ ડીએક્ટિવ થયા હતા.
જેથી રાકેશભાઈ વોડાફોન - આઈડિયાના શો રૂમમાં જઈને આ અંગેની ફરિયાદ કરી હતી. જેથી તેમનો પોસ્ટ પેઈડ નંબર ચાલુ થઇ ગયો હતો પરંતુ પ્રિ-પેઈડ નંબર ચાર કલાક પછી શરૂ થશે તેમ જણાવ્યુ હતુ. રાત્રે દસેક વાગ્યાના અરસામાં પણ ઈ-મેલ કરીને ફોન બંધ થયો હોવાની ફરિયાદ કંપનીમાં કરવામાં આવી હતી. સીમ એક્ટિવેટ કરવાની પ્રોસેસ કરતાં બન્ને સીમકાર્ડ ફરી બંધ થયા હતા. જેથી રાકેશભાઇએ કંપનીના સ્ટોરમાં જઇને આ અંગેની તપાસ કરી હતી. જેથી જાણવા મળ્યુ હતુ કે, કોલકાતા, વોડાફોન સ્ટોર્સથી બન્ને સીમકાર્ડ બંધ થયા છે. જે બાદ પોસ્ટ પેઈડ નંબર એક્ટિવેટ કરાવી પ્રિ-પેડ ડીએક્ટિવેટ કરાવીને મોબાઈલ ચાલુ કરાવ્યો હતો.
જે બાદ તેઓ બેન્ક ઓફ બરોડામાં ગયા હતા. જ્યાંથી જાણ થઇ કે, તેમના ખાતામાંથી તા. 22 ડીસેમ્બરની રાતે કુલ 46 લાખ રૂપિયા આરટીજીએસ, આઈએપીએસ દ્વારા ટૂકડે ટૂકડે લેવામાં આવ્યા હતા. આ પૈસા સોનાઈ દાસ, રોહીત રોય અને રાકેશ વિશ્વકર્મા નામની વ્યક્તિના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા. કુલ 11 ટ્રાન્ઝેક્શનથી 46.36 લાખ રૂપિયા ગયા હતા. આ અંગેની ફરિયાદ તેમણે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર