Home /News /gujarat /

તૃષા બાદ મીરા સોલંકીની પણ ઘાતકી હત્યા, વડોદરાની ગુમ યુવતીની મળી લાશ, પ્રેમમાં હત્યાની આશંકા

તૃષા બાદ મીરા સોલંકીની પણ ઘાતકી હત્યા, વડોદરાની ગુમ યુવતીની મળી લાશ, પ્રેમમાં હત્યાની આશંકા

મીરા સોલંકીની ફાઇલ તસવીર

Crime in Vadodara: મીરા સોલંકીનો મોબાઈલ ફોન પણ ગુમ હોવાથી તેની પણ તપાસ હાથ ધરાઈ છે.

  વડોદરા: તૃષા સોલંકીની (Trusha Solanki murder) હત્યાના પડઘા હજુ સુધી શાંત થયા નથી ત્યારે વડોદરામાંથી (Vadodara News) ગુમ થયેલી યુવતીની લાશ મળતા ચકચાર મચી ગઇ છે. મીરા સોલંકીની (Mira Solanki murder) હત્યા કરાયેલી લાશ તિલકવાડા વિસ્તારના એક ખેતરમાંથી મળી આવી હતી. વડોદરાના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી અને ધોરણ 12ની પરીક્ષા આપી ચૂકેલી 20 વર્ષીય યુવતી મીરા સોલંકીની માતાપિતાની એકની એક દીકરી હતી. મીરાની લાશ મળ્યા બાદ ઘટના સ્થળે લોકોનાં ટોળે ટોળાં ઉમટ્યા હતા. પોલીસે યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, મીરાએ તેની પિતરાઈ બહેનને વોટ્સએપ પર મેસેજમાં કહ્યુ હતું કે, હું સંદીપ સાથે છું. ચિંતા કરશો નહીં, રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ

  યુવતી માતા પિતા સાથે રહેતી હતી

  આ અંગે મળતી માહિતી મુજબ, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી દરબાર ચોકડી પાસે બળિયાદેવ મંદિર નજીક મીરા નિલેશભાઈ સોલંકી તેના માતા અને પિતા સાથે રહેતી હતી. મીરા બે દિવસ પહેલા પોતાના ઘરેથી નીકળી હતી પરંતુ મોડી રાત્રી સુધી તે ઘરે પરત ન ફરતાં પિતા નિલેશભાઈએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થઈ હોવાની જાણ કરી હતી. મીરા સોલંકીએ તાજેતરમાં જ ધોરણ 12ની પરીક્ષા આપી હતી.

  સંદીપ સોલંકીની તસવીર


  આ પણ વાંચો - વડોદરા: ચારવાર ગળું દબાવીને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારનાર યુવાનને મળી આજીવન કેદની સજા

  મીરાએ બહેનને રવિવારે સાંજે આવી જવાનો કર્યો હતો મેસેજ

  મીરાનો મૃતદેહ નર્મદા જિલ્લાના તિલકવાડા વિસ્તારમાં આવેલા એક ખેતરમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બાદ તિલકવાડા પોલીસે અજાણ્યા હત્યારા વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મીરાએ પિતરાઈ બહેનને વોટ્સએપ પર એક મેસેજ કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, હું સંદીપ સાથે છું, ચિંતા ન કરશો. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે પરત આવી જઈશ. જેથી જૂના પાદરા રોડ પર રહેતાં સંદીપ મકવાણા નામના યુવક સાથે મીરા ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ પ્રકરણમાં આશંકા એવી પણ સેવવામાં આવી રહી છે કે, પ્રેમ પ્રકરણમાં આ હત્યા થઈ હોઈ શકે છે.

  આ પણ વાંચો - પીએમ મોદી આજે જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કરશે, બનાસ ડેરીના સંકુલનું ઉદઘાટન કરશે

  મીરાને ડામ પણ અપાયા છે

  પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, ગળુ દબાવીને અને ડામ આપીને મીરાની હત્યા કરવામાં આવી છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનું સાચુ કારણ સામે આવી જશે. મીરાની હત્યા કેવી રીતે કરવામાં આવી એનું ચોક્કસ કારણ પણ બહાર આવશે.

  આ પણ વાંચો - એક ભૂલ અને વડોદરા ક્રાઇમ બ્રાંચે હત્યારા કલ્પેશને આ રીતે દબોચી લીધો, વાંચો હત્યા બાદનો આખો ઘટનાક્મ  મીરનો મોબાઈલ ફોન પણ ગુમ

  મીરા સોલંકીનો મોબાઈલ ફોન પણ ગુમ હોવાથી તેની પણ તપાસ હાથ ધરાઈ છે. આ મામલે તિલકવાડા અને માજલપુર પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે સંયુક્ત તપાસ હાથ ધરી છે. ઓલ્ડ પાદરા રોડ પર રહેતા સંદીપ મકવાણા સાથે મીરા સોલંકી તિલકવાડા તરફ ગઇ હતી. જેથી સંદીપ શંકાના દાયરામાં આવ્યો છે. તિલકવાડા પોલીસે સંદીપના માતા- પિતા સહિત પરિવારના 4 સભ્યોની મોડી રાત સુધી પૂછતાછ કરવામાં આવી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Crime news, ક્રાઇમ, ગુજરાત, વડોદરા સમાચાર, હત્યા

  આગામી સમાચાર