દાહોદ: શહેરમાંથી (Dahod) ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. દાહોદમાં 15 ઈસમો સામે એક સગીરા ઉપર (gang rape on minor girl) સામુહિક દુષ્કર્મ ગુજાર્યા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ સાથે બે મહિલાઓ વિરૂદ્ધ પણ ગુનો નોંધાયો છે. આશરે 1 મહિનો અને 22 દિવસ સુધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ દાહોદ શહેર પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ ઘટનાના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે.
પહેલા પોલીસે ન લીધી ફરિયાદ
પહેલા પોલીસે સામૂહિક બળાત્કારની આ ગંભીર ઘટનાની ફરિયાદ નહીં નોંધતા દાહોદ કોર્ટમાં કેસ નોંધાયો હતો. દાહોદની એડીશનલ સેશન્સ કોર્ટે તા.25-9-2021ના રોજ બળાત્કારની ફરિયાદ નોંધવા હુકમ કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસને આ ફરિયાદ નોંધી છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની આપતા હતા ધમકી
દાહોદની સગીરા ઉપર વર્ષ 2019માં તારીખ 2 જુનથી તારીખ 25 જુલાઈ સુધી શહેરના નુર મસ્જીદ પાસે પિંજારવાડ, કસ્બા, પિંજારવાડ, મેમુ નગર ખેરૂનીશા મસ્જીદ પાસે રહેતાં 15 જેટલા યુવકોએ દુષ્કર્મ ગુર્જાયુ હતું. આ 15 યુવકો સહિત આ ગુનામાં 2 મહિલાઓ પણ સામેલ છે. બળાત્કાર ગુજાર્યાના વીડિયો તેમજ ફોટો આ આરોપીઓએ મોબાઇલ ફોનમાં ઉતાર્યા બાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપીને બ્લેકમેઇલ પણ કરતા હતા. આ ઉપરાંત કોઈને કહીશ કે, પોલીસમાં ફરિયાદ આપીશ તો જાનથી મારી નાંખીશું એવી ધમકીઓ પણ આપતા હતા.