Home /News /gujarat /

Ahmedabad News: અમદાવાદની સગીરા પ્રેમમાં પહોંચી પાકિસ્તાન બોર્ડર, પોલીસ લાવી પરત, પ્રેમી અને પિતાની ધરપકડ

Ahmedabad News: અમદાવાદની સગીરા પ્રેમમાં પહોંચી પાકિસ્તાન બોર્ડર, પોલીસ લાવી પરત, પ્રેમી અને પિતાની ધરપકડ

પોલીસે યુવક અને પિતાને ઝડપી પાડ્યા છે.

યુવક અને કિશોરીની ઈન્સ્ટાગ્રામ ઉપર બે વર્ષથી વાત થઇ હતી પરંતુ ક્યારે એકબીજાને મળ્યા ન હતા. કિશોરી યુવકને જોયા વગર જ પાકિસ્તાન જવા માટે ભાગી ગઇ હતી.

અમદાવાદ : કેહવાય છે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં પ્રેમીઓ કાંઈપણ જોતા નથી. આવીજ એક ઘટના અમદાવાદમાં (Ahmedabad News) બની છે. યુવાન અને કિશોરીને ઇન્સ્ટાગ્રામ (love in Instagram) મારફતે પ્રેમ થયો હતો. જેથી કિશોરી પાકિસ્તાન (Gujarati minor girl at Pakistan Border) બોર્ડર સુધી જતી રહી હતી. જોકે, કિશોરીની ઉંમર 18 વર્ષની ન હોવાને કારણે પોલીસે કાર્યવાહી કરીને તેને પાછી લાવવામાં આવી છે. આ સાથે પોલીસે તે યુવકની ધરપકડ પણ કરી લીધી છે.

પોલીસ ગિરફતમાં આવેલો આ યુવકનું નામ રોહિત છે. રોહિત અને તેના પિતા બન્નેને મેઘાણીનગર પોલીસે ઓપરેશન પાર પાડીને ધરપકડ કરી લીધી છે. જોકે, તમને જણાવી દઈએ કે, હાઇકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કિશોરીની ઉંમર માત્ર 17 વર્ષની છે અને રોહિત 18 વર્ષનો છે.

આ પણ વાંચો: વડોદરામાં કન્ઝયુમર ફોરમ દ્વારા ઉદાહરણરૂપ ચુકાદો, ડોક્ટરને ક્લેઇમનું વળતર ચૂકવવાનો આદેશ

બન્ને એક બીજાને ક્યારેય પણ મળ્યા ન હતા. પરંતુ ઇન્સ્ટાગ્રામથી બન્નેની મુલાકાત થઈ અને 2 વર્ષ સુધી બન્ને વચ્ચે વાતચીત કરી હતી. 2 મહિના પેહલા જ કિશોરી અને આ યુવક વચ્ચે વાત થઈ અને કિશોરીને યુવકે પ્લેનની ટિકિટ મોકલી દિલ્હી બોલાવી લીધી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: પોલીસે સવારે છાપ સુધારવા કાર્યક્રમ કર્યો, સાંજે ટ્રાફિક પોલીસે છાપ બગાડી!

કિશોરી દિલ્હી થઈ પાકિસ્તાનથી 4 કિલોમીટર દૂર એવા પંજાબના ફઝલિકા જિલ્લાના લમચોર ગામમાં આવી ગઈ હતી. મહત્વનું છે કે, કિશોરીની ઉંમર નાની હતી જેથી તેના પિતાએ ફરિયાદ કરી અને બેવાર પોલીસ પંજાબ ગઈ પરંતુ પાછી આવી ગઈ. છેલ્લે હાઇકોર્ટમાં હેબિયર્સ દાખલ થયા બાદ પોલીસની એક ટીમ જેમાં પીઆઈ પણ હતા અને પાકિસ્તાનના બોર્ડર ઉપર ઓપરેશન હાથ ધર્યું હતુ. જે બાદ કિશોરી મળી આવી અને પોલીસે યુવકના તેની મદદગારીમાં તેના પિતાને પણ પકડી લાવી છે.



નોંધનીય વાત તો એ છે કે, યુવક એટલો ચાલાક છે કે તેને ચંદીગઢના હાઇકોર્ટમાં પોતે પોલીસ પ્રોટેક્શન માટે અરજી કરી હતી. રીલ જેવી આ રીયલ ઘટનામાં હાલ કિશોરી તેના પિતા પાસે આવી ગઈ છે અને બન્ને પિતા પુત્ર જેલના સળિયા પાછળ. ધકેલી દેવામાં આવ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, સગીરા

આગામી સમાચાર