રૂપાણીના આ મંત્રીને યોગ કરતા ન આવડ્યું, હાથ ઊંચા-નીચા કરતા રહ્યાં!

News18 Gujarati
Updated: June 21, 2018, 9:19 AM IST
રૂપાણીના આ મંત્રીને યોગ કરતા ન આવડ્યું, હાથ ઊંચા-નીચા કરતા રહ્યાં!
હું તો થાકી...!

  • Share this:
21મી જૂને એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આજે આખી દુનિયામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કન્યાકુમારીથી લઇને કાશ્મીર અને નવી દિલ્હીથી લઈને ન્યૂયોર્ક સુધી યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ પણ આજે દહેરાદૂન ખાતે 55 હજાર લોકોની હાજરીમાં યોગ કર્યા હતા.

રાજ્યમાં પણ આજે યોગ દિવસને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. રૂપાણી તેમજ તેમના મંત્રીઓ અલગ અલગ જગ્યાએ યોગ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. યોગના પ્રચાર માટે સરકાર કોઈ કસર નથી છોડી રહી ત્યારે રૂપાણી સરકારના એક મંત્રી આજે યોગ કાર્યક્રમમાં ફક્ત હાથ અને પગ ઊંચા નીચા કરી રહ્યા હતા. તેમને યોગ કરતા આવડ્યું ન હતું.

રાજપીપળા ખાતે યોગ દિવસની ઉજવણી

આજે રાજપીપળા ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ માટે યોજાયેલા કાર્યક્રમમાં બાળ કલ્યાણ અને શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે હાજર રહ્યા હતા. કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં વિભાવરી બેન દવેએ હોંશે હોંશે ભાગ લીધો હતો. જોકે, યોગના કાર્યક્રમ દરમિયાન તેઓ ફક્ત હાથ પગ ઊંચા નીચા કરતા જોવા મળ્યા હતા. તેમનાથી યોગના આસનો થયા ન હતા. તેમણે યોગના આસનો કરવાનો પ્રયાસ જરૂર કર્યો હતો પરંતુ અંતે હિંમત હારીને ઉભા રહી ગયા હતા.

યોગાસન કરી રહેલા મંત્રી વિભાવરીબેન દવે


યોગ્ય સુવિધાનો અભાવએવી પણ માહિતી મળી છે કે રાજપીપળા ખાતે યોજાયેલા યોગના કાર્યક્રમમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. અહીં બેસવા માટે જગ્યા ન મળતા બાળકો આમ તેમ ફરતા જોવા મળ્યા હતા. સરકારના મંત્રી હાજર હોવા છતાં તંત્રની વ્યવસથામાં ખામી જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે.

યોગને ધરે ધરે અને દરેક દેશમાં પહોંચાડવા માટે જ્યારે સરકાર આટલી મહેનત કરી રહી છે ત્યારે સરકારના એક મંત્રી જ યોગ નથી કરી શકતા તે વાત ખરેખર નવાઇ પમાડે તેવી છે. જે જગ્યાએ સરકારના મંત્રીઓ હાજર રહેવાના હોય છે ત્યાં યોગનો કાર્યક્રમ સફળ થાય તે માટે તૈયારીના ભાગરૂપે 8-10 દિવસ પહેલા જ સ્કૂલના બાળકોના 'ક્લાસ' લેવામાં આવે છે. આશા રાખીએ કે હવે પછી રૂપાણી સરકાર પણ સ્કૂલના બાળકોની સાથે સાથે તેમના મંત્રીઓ માટે 'ક્લાસ'નું આયોજન કરશે.
First published: June 21, 2018, 9:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading