Home /News /gujarat /

જમ્મુ કાશ્મીરમાં સેનાના કેમ્પ પર આતંકવાદી હુમલો, એક જવાન શહીદ, એક આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરમાં સેનાના કેમ્પ પર આતંકવાદી હુમલો, એક જવાન શહીદ, એક આતંકી ઠાર

જમ્મુ અને કાશ્મીરના નરગોટામાં સેનાની છાવણી પર મંગળવારે સવારે આતંકવાદીઓએ હુમલો કર્યો છે. વળતા જવાબમાં સેનાએ ફાયરિંગ કર્યું છે અને આતંકવાદીઓને ઘેરી લીધા છે. આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે ગોળીબારી ચાલું છે. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે તો સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
જમ્મુ #જમ્મુ અને કાશ્મીરના નરગોટામાં સેનાની છાવણી પર મંગળવારે સવારે આતંકવાદીઓએ હુમલો કર્યો છે. વળતા જવાબમાં સેનાએ ફાયરિંગ કર્યું છે અને આતંકવાદીઓને ઘેરી લીધા છે. આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે ગોળીબારી ચાલું છે. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે તો સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે સવારે જમ્મુ જિલ્લાના નગરોટા વિસ્તારમાં સેનાની એક છાવણી પર આતંકવાદીઓએ ગોળીબારી કરી અને બાદમાં સુરક્ષા જવાનો પર ગ્રેનેડ ફેંક્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં બે જવાનો ઘાયલ થયા છે અને જેમાં એકની હાલત ગંભીર છે. રિપોર્ટ અનુસાર આ વિસ્તારમાં હજુ પણ આતંકવાદીઓ છુપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસારા આધુનિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ જમ્મુના નગરોટા વિસ્તારમાં આજે સવારે 166 ફિલ્ડ રેજીમેન્ટ છાવણી પર હુમલો કર્યો છે. સેનાની 16મી કોરના મુખ્યાલય પાસેની આ ઘટના છે.

આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના સામ્બા સેક્ટરમાં પણ આંતર રાષ્ટ્રીય સરહદ પાસે ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓના ગ્રુપ અને બીએસએફ જવાનો વચ્ચે પણ ફાયરિંગ ચાલુ છે. આ ગોળીબારીમાં પણ બીએસએફનો એક જવાન ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, જમ્મુ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन