Home /News /gujarat /

હવે સેનાના 30 આર આર હેડક્વાર્ટર પર ફાયરિંગ, બે આતંકીઓ ઠાર

હવે સેનાના 30 આર આર હેડક્વાર્ટર પર ફાયરિંગ, બે આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આજે આતંકીઓએ ફરી હુમલો કર્યો છે. જોકે સેનાએ વળતા જવાબમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. કુપવાડાના લંગેટમાં સેનાના 30 આર આર હેડક્વાર્ટરને આતંકીઓએ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આજે સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં ફાયરિંગ કરાયું હતું. બે આતંકીઓ ઠાર કરાયા છે પરંતુ હજુ કેટલા આતંકીઓ છે એ અંગે વધુ વિગતો જાણી શકાઇ નથી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આજે આતંકીઓએ ફરી હુમલો કર્યો છે. જોકે સેનાએ વળતા જવાબમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. કુપવાડાના લંગેટમાં સેનાના 30 આર આર હેડક્વાર્ટરને આતંકીઓએ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આજે સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં ફાયરિંગ કરાયું હતું. બે આતંકીઓ ઠાર કરાયા છે પરંતુ હજુ કેટલા આતંકીઓ છે એ અંગે વધુ વિગતો જાણી શકાઇ નથી.

ફાયરિંગનો અવાજ સાંભળતાં હેડક્વાર્ટરની સુરક્ષામાં તૈનાત સૈનિકો સતર્ક થયા હતા અને જવાબી ફાયરિંગ કર્યું હતું. આતંકીઓને શોધવા માટે સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. ભારતીય સેના દ્વારા બે આતંકીઓને ઠાર કરાયા છે અને સેનાના જવાનોને કોઇ નુકશાન થયું નથી.

અહીં નોંધનિય છે કે, આ અગાઉ 2જી ઓક્ટોબરે ઉત્તર કાશ્મીરના બારામુલામાં 46 રાષ્ટ્રીય રાઇફલ્સના સૈનય કેમ્પને આતંકીઓએ નિશાન બનાવ્યો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો. જોકે હુમલા બાદ આતંકીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા.
First published:

Tags: આતંકવાદી, જમ્મુ કાશ્મીર વિવાદ, ભારતીય સેના

આગામી સમાચાર