વીજળીના બીલ પર 'ભેંસ બીલ બનાવવા દેતી નથી' લખનાર રીડરને નોટિસ, મીટર કબ્જે લેવાયું

News18 Gujarati
Updated: September 30, 2019, 3:34 PM IST
વીજળીના બીલ પર 'ભેંસ બીલ બનાવવા દેતી નથી' લખનાર રીડરને નોટિસ, મીટર કબ્જે લેવાયું
મીટર સાથે ખીલ્લે બાંધેલી ભેંસની તસવીર વાયરલ થઈ હતી.

પંચમહાલના ઘોંઘબા તાલુકાના દેવલીકુલા ગામની વિચિત્ર ઘટના, ઇજનેરે રીડરને નોટિસ ફટકારી, ગ્રાહકનો ખુલાસો લેવાશે

  • Share this:
રાજેશ જોષી, પંચમહાલ : છેલ્લા ઘણાં દિવસોથી શોશિયલ મીડિય (social media)માં પંચમહાલના (Panchmahal) ઘોઘંબા (Ghoghamba) તાલુકાનું એક વીજ બીલ (Electricity Bill) વાયરલ (Viral) થયું હતું. આ વીજ બીલમાં રીડરે નોંધ કરી હતી કે 'ભેંસ બીલ બનાવવા નથી દેતી, મીટર ખીલ્લા ઉપર બાંધેલું છે. ખીલ્લે બાંધેલી ભેંસ (Buffalo) કોઈને રીડીંગ જોવા નથી દેતી'. આ વીજ બીલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. આ મામલે એમ.જી.વી.સી.એલના અધિક્ષક ઇજનેર આકરા પાણીએ થયા છે. ઇજનેરે મીટર રીડરની ભૂલને ગંભીર ભૂલ ગણાવી તેમને શૉ કોઝ નોટિસ પાઠવી છે અને ગ્રાહકનું મીટર કબ્જે કર્યુ છે.

ઘટના એવી છે કે દેવલીકુલા ગામનું એક વીજ બીલ અને વીડિયો વાયરલ થયો હતો. ઘરના ફળિયામાં દેવલીકુલા ગામના એક ગ્રાહકે ભેંસના ખીલ્લા ઉપર મીટર મૂક્યું હતું જેના કારણે ભેંસ કોઈને બીલનું રીડીંગ વાંચવા દેતી નહોતી. આ વીજ ચોરી માટેનો પ્રયાસ કહી શકાય કે નહીં તેનો ખુલાસો થયો નથી પરંતુ બીલ બનાવનાર રીડરે પેનથી નોંધ લખી હતી કે ભેંસના કારણે બીલ બનાવી શકાતું નથી. આ તસવીર સોશિયલ મીડિયામાં ઘૂમ વાયરલ થઈ હતી.

આ પણ વાંચો :  ધસમસતા પ્રવાહમાં તણાઇ કાર, પોરબંદરના જાણીતા ક્લાસીસનાં સંચાલકનો પરિવાર તણાયો

આ મામલે ઇજનેર આર.ડી. ટંડેલે જણાવ્યું હતું કે ' રીડરની આવી ભૂલના કારણે એમ.જી.વી.સી.એલની છબી ખરડાઈ છે. ઇજનેરે ગ્રાહક બારિયા મોહનભાઈનું વીજ જોડાણ કાપી અને તેમને શૉ કોઝ નોટિસ પાઠવી છે. આ મામલે ગ્રાહકનો પણ ખુલાસો લેવાશે.

શોશિયલ મીડિયામાં વાયરલ થયેલું બીલ


સોશિયલ મીડિયામાં વીજ બીલ સાથે ખીલે બાંધેલી ભેંસનો વીડિયો પણ વાયરલ થયો છે. લોકો વીજ ચોરી માટે પણ અનેક પ્રકારના કિમીયા અજમાવતા હોય છે ત્યારે આ પ્રકારની હરકતો કેટલી યોગ્ય છે તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. એમ.જી.વી.સી.એલના ઇજનેરના મતે મીટર રીડરે ભેંસ ખસેડવા માટે નક્કર કાર્યવાહી ન કરી હોવાનું પણ સામે આવ્યું છે.
First published: September 30, 2019
વધુ વાંચો
अगली ख़बर