ગુજરાતમા મનરેગાના કામો બંધ કરી દેવા ગ્રામ વિકાસ કમિશનર કચેરીએ આદેશ કર્યો છે. કારણ કે વર્ષ પુરૂ થવા આવ્યુ હોવા છતાંયે ભારત સરકારે ગુજરાત સરકારને મનરેગા માટે બીજા હપ્તા પેટે રૂ.300 કરોડ આપ્યા નથી. આથી ગુજરાત સરકારના અધિકારીઓને શ્રમિકોને કામના પૈસા, મટીરીયલના બીલો ચુકવણા સ્થગિત કરવા પડ્યા છે. સરકાર પાસે મનરેગા માટે પૈસા જ ન હોય તેવા નિર્દેશ સાથે નાયબ કમિશનરની સહીથી તમામ જિલ્લા અધિકારીઓને સુચના આપવામા આવી છે.
ગુજરાતમા મનરેગાને કારણે લગભગ 6 લાખથી વધારે બેરોજગાર ગ્રામિણ નાગરિકોને 100 દિવસનુ કામ મળે છે. એટલુ જ નહી ગ્રામ્ય વિસ્તારોમા અનેક નાનામોટા વિકાસ કામો પણ ગુજરાત સરકાર મનરેગાની ગ્રાંટમાંથી કરાવે છે. વર્ષે દહાડે 600 કરોડના કામો અને સંકડો નાગરિકોને રોજગાર આપતી આ સ્કીમ બંધ થતા રાજ્યના અર્થતંત્રને પણ નકારાત્મક અસર થઈ રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: કેન્દ્ર સરકાર, મનરેગા, યોજના, રાજ્ય સરકાર, શ્રમિકો