અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો 40 કિલોમીટરનો પહેલો ફેઝ ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે.અને ઓગસ્ટ મહિના અંત સુધીમાં મેટ્રો પશ્ચિમ વિસ્તારમાં શરૂ થવાનો ટાર્ગેટ છે. જો કે મેટ્રો વહેલી શરૂ થઈ જાત પરંતુ જમીન સંપાદન મુદ્દો અને કોરોના કારણે પ્રોજેકટ સમયમર્યાદા પૂર્ણ થઈ શક્યો નથી.પરંતુ હવે ઓગસ્ટ 2022માં પૂર્ણ કરવા માટે પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે
અમદાવાદ: શહેરનાં પૂર્વ બાદ પશ્ચિમ વિસ્તારમાં મેટ્રો દોડાવવા માટે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પૂર્વથી લઈ પશ્ચિમ વિસ્તારમાં મેટ્રોનો 40 કિલોમીટરનો કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 32 સ્ટેશન બનાવવામાં આવ્યા છે. 32 સ્ટેશનો લિફ્ટથી લઈ સીસીટીવી સુધીની આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. વસ્ત્રાલથી થલતેજ અને મોટેરાથી APMC સુધીના રૂટ પરનો કોરિડોરની કામગીરી પૂર્ણતાના આરે છે. સ્ટેશનનાં બાંધકામ અને ઇલેટ્રીક કામ ચાલી રહ્યું છે.
મેટ્રો રેલ પ્રોજેકટનો પહેલો ફેઝ એટલે અમદાવાદ શહેરનો 40 કિલોમીટરનો મેટ્રો કોરીડોર.
રૂટ 1- વસ્ત્રાલ ગામ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાયવાડી,એપરલ પાર્ક ,કાંકરિયા પૂર્વ, કાલુપુર રેલવે, સ્ટેશન, ઘીકાંટા, શાહપુર, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર ,થલતેજ અને થલતેજ ગામ
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો 40 કિલોમીટરનો પહેલો ફેઝ ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે.અને ઓગસ્ટ મહિના અંત સુધીમાં મેટ્રો પશ્ચિમ વિસ્તારમાં શરૂ થવાનો ટાર્ગેટ છે. જો કે મેટ્રો વહેલી શરૂ થઈ જાત પરંતુ જમીન સંપાદન મુદ્દો અને કોરોના કારણે પ્રોજેકટ સમયમર્યાદા પૂર્ણ થઈ શક્યો નથી.પરંતુ હવે ઓગસ્ટ 2022માં પૂર્ણ કરવા માટે પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે અને 2022નું વર્ષ પૂર્ણ થાય તે પહેલાં અમદાવાદીઓને મેટ્રોની ભેટ મળી જશે. અમદાવાદની વસ્તી વધી રહી છે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ ફૂલ્યુ ફાલ્યું છે. માટે ટ્રાન્સપોર્ટેશન માટે મેટ્રોનો વિચાર મુકવામાં આવ્યો. અમદાવાદમાં મેટ્રોનું જે સપનું જોયું હતું તે હવે હકીકતમાં બદલાવા જઈ રહ્યું છે. મેટ્રો ટ્રેનની જરૂર કેમ પડી.તો અમદાવાદ શહેરમાં 44 લાખ જેટલા વાહનો છે.અમદાવાદ શહેરમાં 2020-21માં ફોર વહીલર 25379 રજીસ્ટ્રેશન થયા છે. જ્યારે 49430 ટુ વહીલર નોંધાયા છે. તો 2021-22માં ફોર વહીલર 33653 નોંધાયા છે અને 70832 ટુ વહીલરનું રજિસ્ટ્રેશન થયું છે. એટલે કે દર વર્ષે અમદાવાદ શહેરમાં gj 01માં 1 લાખથી વધુ વાહનો રોડ પર આવે છે. દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ત્યારે મેટ્રો ટ્રેન શરૂ થશે એટલે અમદાવાદનાં પૂર્વથી પશ્ચિમ વિસ્તારમાં જવું સરળ બની જશે અને અમદાવાદ શહેરની લાઈફલાઈન બની જશે.