Home /News /gujarat /મહેતા પરિવારે બનાવ્યું 'પેડ બર્નર' મશીન, Used પેડનો કરી શકાશે યોગ્ય નિકાલ

મહેતા પરિવારે બનાવ્યું 'પેડ બર્નર' મશીન, Used પેડનો કરી શકાશે યોગ્ય નિકાલ

થેક્સ ફોર યુઝીંગ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત. મશીનમાં યુઝ પેડ નાખતી વખતે આ સ્લોગનનો અવાજ પણ આવે છે...

થેક્સ ફોર યુઝીંગ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત. મશીનમાં યુઝ પેડ નાખતી વખતે આ સ્લોગનનો અવાજ પણ આવે છે...

    મહિલાઓ માટેના પેડનો ઉપયોગ શિક્ષણ અને અવેરનેસ વધતા ચોક્કસથી વધ્યો છે. તો અક્ષયકુમારની પેડમેન ફિલ્મ આવ્યા બાદ તેની અવેરનેસમાં બમણો વધારો થયો. પરંતુ પેડના વપરાશ બાદ તેનો યોગ્ય નિકાલ પણ ઉપયોગ કરતા વધુ જરુરી છે, અને એટલે જ અમદાવાદી પરીવારે સેનેટરી નેપકીન બર્નરનો આવીષ્કાર કર્યો છે. જુઓ આ વિશેષ રજુઆત પેડબર્નર..

    પેડ અભીયાન જેટલુ સફળ રહ્યુ છે તેટલી જ સફળતા ઉપયોગમાં લેવાયા બાદ તે પેડ એટલે કે નેપકીનનો નાશ કરવાની પણ છે, અને તેમાં મહત્વની ભુમીકા ભજવી રહ્યુ છે મહેતા પરીવાર. અમદાવાદના મહેતા પરિવારે સેનેટરી નેપકીન બર્નર નામનુ એક મશીન બનાવ્યુ છે. મહેતા પરીવારનુ ઉત્પાદીત આ મશીન આજે શૈક્ષણીક સંસ્થાઓ, કોર્પોરેટ ઓફીસોમાં કામ કરતી યુવતીઓ તથા પર્યાવરણ માટે આશીર્વાદરુપ સાબીત થયુ છે.. આ મશીનમાં સેનેટરી નેપકીનની સાથે રહેલા બેક્ટેરીયા પણ વાતાવરણમાં ફેલાયા કરતા સીધા જ નાશ પામે છે અને પર્યાવરણનુ પણ જતન થાય છે.

    પેડ બર્નર મશીનનો કોન્સેપ્ટ તદ્દન નવો છે, અને તેમા અવેરનેસનો સંપુર્ણ અભાવ છે. પેડના ઉપયોગ બાદ તેમાં રહેલા બેકટીરીયા આ મશીનમાં બર્ન થવાથી સપુર્ણ નાશ પામે છે. 1 સાથે 5 પેડ આ મશીનમાં બર્ન થાય છે. જેથી ઈલેક્ટ્રીસીટીનો બચાવ થાય છે. જેનું કોસ્ટીંગ હાલ 45 હજાર જેટલી છે. જો કે સમય જતા તેને નીચે લાવવાનો પ્રયત્ન ચાલુ છે.અને તેમના આ મશીન માટે તેઓ અનેક એવોર્ડસ અને ટ્રોફી પણ મેળવી ચુક્યા છે.

    થેક્સ ફોર યુઝીંગ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત. મશીનમાં યુઝ પેડ નાખતી વખતે આ સ્લોગનનો અવાજ પણ આવે છે. જે દક્ષેશભાઈનો કોન્સેપ્ટ છે. અર્ચન અને તેનો મોટો ભાઈ તથા તથા તેના કાકાએ મળીને આ મશીનનુ ઉત્પાદન કર્યુ અને તેને પેટેન્ટ પણ કરાવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Created, Used

    विज्ञापन
    विज्ञापन