Home /News /gujarat /

સરદારપુરા તોફાન કેસ મામલો, HCમાં 20 એપ્રિલથી સુનાવણી શરૂ થાય તેવી સંભાવના

સરદારપુરા તોફાન કેસ મામલો, HCમાં 20 એપ્રિલથી સુનાવણી શરૂ થાય તેવી સંભાવના

વર્ષ 2002ના કોમી તોફાનો સમયે મહેસાણાના સરદારપુરામાં થયેલા હત્યાકાંડ કેસમાં ખાસ અદાલતના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ અરજી પરની સુનાવણી, હાઈકોર્ટમાં 20 જૂનથી શરૂ થાય તેવી સંભાવના છે.

વર્ષ 2002ના કોમી તોફાનો સમયે મહેસાણાના સરદારપુરામાં થયેલા હત્યાકાંડ કેસમાં ખાસ અદાલતના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ અરજી પરની સુનાવણી, હાઈકોર્ટમાં 20 જૂનથી શરૂ થાય તેવી સંભાવના છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# વર્ષ 2002ના કોમી તોફાનો સમયે મહેસાણાના સરદારપુરામાં થયેલા હત્યાકાંડ કેસમાં ખાસ અદાલતના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ અરજી પરની સુનાવણી, હાઈકોર્ટમાં 20 જૂનથી શરૂ થાય તેવી સંભાવના છે.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં તમામ પક્ષે મૌખિક બાહેંધરી આપી છે કે, સંબંધિત ખૂટતા લેખિત દસ્તાવેજની નકલ એકબીજાને આપી દઈશુ.

મહત્વનું છે કે, વર્ષ 2011માં ખાસ અદાલતે સરદારપુરા હત્યાકાંડ કેસમાં કુલ 73 આરોપીઓમાંથી 31 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારેલી છે, જ્યારે 42 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.

આ ચુકાદાની સામે એસઆઈટીએ, પીડિતોએ અને કેસમાં દોષિત ઠરેલાઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. વર્ષ 2002ના તોફાનો સમયે સરદારપુરામાં થયેલા હત્યાકાંડમાં 33 નિર્દોષ લોકોની હત્યા થઈ હતી.
First published:

Tags: એસઆઇટી, નિર્દોષ, મહેસાણા, મામલો, સજા, સુનાવણી, હત્યાકાંડ, હાઇકોર્ટ

આગામી સમાચાર