અમદાવાદ : રાજ્યમાં PMJAY-MA કાર્ડ માટે મેગાડ્રાઇવ (mega drive for PMJAY-MA card ) શરૂ કરવામાં આવી છે. રાજ્યના ગરીબ અને જરૂરિયાતંદ લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ સરળતાથી અને નિ:શુલ્ક મળી રહે તે માટે PMJAY-MA કાર્ડના લાભર્થીને લાભાન્વિત કરવા સરકાર દ્વારા ૩થી ૪ મહિના મેગાડ્રાઇવ ચલાવવામાં આવશે. આ મેગા ડ્રાઇવમાં રાજ્યના નગરો-મહાનગરો, ગ્રામ્ય સ્તરે સી.એચ.સી. અને પી.એચ.સી. સેન્ટર ખાતે પણ નાગરિકોને PMJAY-MA કાઢી આપવામાં આવશે.
આ માટે અલગ વ્યવસ્થા કરાઇ
સરકારી હોસ્પિટલોમાં PMJAY-MA કાર્ડ અંતર્ગત સ્વાસ્થય સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ગ્રીન કોરિડોરની પણ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે હોસ્પિટલના પ્રવેશદ્વાર/ઓ.પી.ડી. ખાતે કિયોસ્ક હેલ્પ ડેસ્ક ફરજિયાત પણે કાર્યરત કરીને દર્દીઓને મુંઝવતા પ્રશ્નોના સ્થળ પર નિરાકરણ કરવામાં આવશે. દરેક સરકારી હોસ્પિટલમાં આ યોજનાના લાભાર્થી માટે અલગ કેસ બારી, અલગ રજીસ્ટ્રેશન સિસ્ટમ ઉભી કરવામાં આવી છે.
આરોગ્ય મિત્રની પણ નિમણૂંક કરાશે
લાભાર્થીઓને હોસ્પિટલ ખાતેના પ્રવેશથી લઇ સારવાર બાબતે PMJAY-MA યોજનાને પ્રાધાન્યતા અપાય તથા વધુના વધુ લાભાર્થીઓ આ કાર્ડનો ઉપયોગ કરી શકે તે માટે ઓરાગ્ય મિત્રની નિમણૂક કરવામાં આવશે. આ આરોગ્ય મિત્ર દર્દી દાખલ થાય ત્યારથી લઇ ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરાશે.આ કાર્ડથી લાભાર્થીઓને હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સેવાઓ , સુવિધાઓ, દવાની બારી અથવા લેબોરેટરી તથા અન્ય જગ્યાઓએ પણ તાત્કાલિક સેવા મળી રહે તેવી અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આયુષ્માન ભારત દિવસની ઉજવણી અને PMJAY-MA કાર્ડ યોજનના લાભાર્થી માટે શરૂ કરેલી સરકારી હોસ્પિટલોને ગ્રીન કોરિડોરના લોકાર્પણ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, રાજયકક્ષાના આરોગ્યમંત્રી તેમજ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડેન્ટ ડોકટર રાકેશ જોષી તેમજ સિવિલ હોસ્પિટલનો સ્ટ્રાફ ઉપસ્થિત રહ્યા હતા.
प्रधानमंत्री @NarendraModi जी की आयुष्मान भारत योजना पिछले 3 वर्षों से गरीबों के ईलाज में अहम भूमिका निभा रही है।
રાજ્ય સરકાર દ્વારા 53.37 કરોડ જેટલો ખર્ચ કરીને દર્દીઓને નિ:શૂલ્ક સારવાર આપી
નાણાકીય વર્ષ 2020-21માં રાજ્યના 33 જીલ્લાઓમાં 24,222 લાભાર્થીઓએ PMJAY-MA અંતર્ગત સારવાર મેળવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 53.37 કરોડ જેટલો ખર્ચ કરીને દર્દીઓને નિ:શૂલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિગતે જોઇએ તો અમદાવાદ જિલ્લામાં 16,246 દર્દીઓને 38.43 કરોડ, રાજકોટમાં 2,213 દર્દીઓને 3.22 કરોડ, પાટણમાં 682 દર્દીઓને 1.39 કરોડ અને વડોદરામાં 516 દર્દીઓને 81 લાખના ખર્ચે વિવિધ પ્રકારની આરોગ્યને લગતી સારવાર PMJAY-MA યોજના હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.