Home /News /gujarat /

કોંગ્રેસે રાહુલ તો પાસે હાર્દિક પર છોડ્યો અંતિમ નિર્ણય

કોંગ્રેસે રાહુલ તો પાસે હાર્દિક પર છોડ્યો અંતિમ નિર્ણય

કોંગ્રેસ પાસે અનામત અને EBC મુદ્દે ચર્ચા કરી હતી. કોંગ્રેસ પક્ષે પોતાની વાત પણ સ્પષ્ટ કરતાં કહી દીધુ છે કે તેઓ 20 ટકા EBC સરકાર વિધાનસભામાં મંજૂર કરશે. પાસનાં 14 સભ્યો બેઠકમાં હાજર રહ્યાં હતાં

કોંગ્રેસ પાસે અનામત અને EBC મુદ્દે ચર્ચા કરી હતી. કોંગ્રેસ પક્ષે પોતાની વાત પણ સ્પષ્ટ કરતાં કહી દીધુ છે કે તેઓ 20 ટકા EBC સરકાર વિધાનસભામાં મંજૂર કરશે. પાસનાં 14 સભ્યો બેઠકમાં હાજર રહ્યાં હતાં

મહત્વનાં મુદ્દા
-કોંગ્રેસ 20 ટકા EBC સરકાર વિધાનસભામાં મંજૂર કરશે
-પાસના 14 સભ્યો બેઠકમાં હાજર
-કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં બિન અનામત વર્ગ માટે સર્વે કરવા તૈયાર
-પાટીદાર સમાજ સહિત અન્ય ગરીબ વર્ગ માટે કોંગ્રેસ પક્ષે બતાવી તૈયારી
-આગામી સમયમાં રાહુલ ગાંધી સાથે હાર્દિક પટેલ કરશે મુલાકાત
-આખરી નિર્ણય હાર્દિક પટેલ પર પાસ દ્વારા છોડવામાં આવ્યો
-કોંગ્રેસ પક્ષે આખરી નિર્ણય રાહુલ ગાંધી પર છોડ્યો

પાસ કનવિનર અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે બેઠક મળી ગઇ છે. આ બેઠક કોંગ્રેસ કાર્યાલય ખાતે મળી છે. પાસ દ્વારા કોંગ્રેસ પાસે અનામત અને EBC મુદ્દે ચર્ચા કરી હતી. કોંગ્રેસ પક્ષે પોતાની વાત પણ સ્પષ્ટ કરતાં કહી દીધુ છે કે તેઓ 20 ટકા EBC સરકાર વિધાનસભામાં મંજૂર કરશે. પાસનાં 14 સભ્યો બેઠકમાં હાજર રહ્યાં હતાં.

કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં બિન અનામત વર્ગ માટે સર્વે કરવા તૈયાર છે. આગામી સમયમાં રાહુલ ગાંધી સાથે હાર્દિક પટેલ આ મુદ્દે મુલાકાત કરશ આખરી નિર્ણય હાર્દિક પટેલ પર પાસ દ્વારા છોડવામાં આવ્યો છે. તો કોંગ્રેસ પક્ષે રાહુલ ગાંધી પર તેમનો અંતિમ નિર્ણય છોડ્યો છે. જોકે મહત્વની વાત એ છે કે આ બેઠક સમયે બંને પક્ષો તરફથી સકારાત્મક વાતાવરણ ઉભુ કરાયુ
હતું.

ગુજરાતનાં 3 દિવસનાં પ્રવાસે રાહુલ ગાંધી
રાહુલ ગાંધી ગુજરાતનાં ત્રણ દિવસનાં પ્રવાસે આવવાનાં છે ત્યારે પ્રથમ દિવસે તે ભરૂચ, તાપી અને સુરતની મલુકાત લેશે.બીજા દિવસે વલસાડ, ડાંગ, કપરાડા, ધરમપુર, ઉમરગાવની લેશે મુલાકાત તો ત્રીજા દિવસે તે વલસાડ અને નવસારીની મુલાકાત લેશે. આ દરમિયાન તે હાર્દિક પટેલ સાથે પણ મુલાકાત કરી શકે છે.અને પાટિદાર અનામત અને પાસનાં કોંગ્રેસ સાથેનાં જોડાણ અંગે પણ ત્યારે આવી શકે છે નિર્ણય.
First published:

Tags: Gujarat Election 2017, PAAS Convener, કોંગ્રેસ, ભાજપ, હાર્દિક પટેલ

આગામી સમાચાર