Home /News /gujarat /

આ છે અમદાવાદના નવા મેયર, ગૌ પ્રેમી અને ફિલ્મી ગીતોના છે શોખીન

આ છે અમદાવાદના નવા મેયર, ગૌ પ્રેમી અને ફિલ્મી ગીતોના છે શોખીન

    અમદાવાદના નવા મેયર તરીકે પાલડી વોર્ડના મહિલા કોર્પોરેટર બિજલ પટેલ અને ડે. મેયર પદે દિનેશ મકવાણાની જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન પદે મણિનગર વોર્ડના અમૂલ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદના મેયર પદ માટે બિજલ પટેલ પ્રમુખ દાવેદાર હતા, ત્યારે આવો જાણીએ અમદાવાદના નવા મેયર વિશે.

    2013માં તત્કાલિન મેયર અસિત વોરાની ટર્મ બાદ પણ બિજલ પટેલને મેયર પદ માટે પ્રમુખ દાવેદાર માનવામાં આવતા હતા. પરંતુ ગત ટર્મમાં મેયરનું પદ સુધી પહોંચ્યા ન હતા. પરંતુ બિજલ પટેલે આ વખતે તેમના નિકટના સ્પર્ધક એવા નંદીની પંડ્યાને પછાડીને મેયર બન્યાં છે.

    અહીં ક્લિક કરી વાંચો અમદાવાદ અને સુરતમાં મેયર પદે પાટીદાર ચહેરાની પસંદગી, ભાવનગરમાં રાજપૂત ઉમેદવાર



    બિજલ પટેલનો મત વિસ્તાર પાલડી છે, અહીંના તેઓ કોર્પોરેટર છે, પાલડીને બાદ કરતા ખૂબ ઓછા લોકો બિજલ પટેલ વિશે જાણતા હશે. બિજલ પટેલ હેરીટેજ, કલ્ચર અને રીક્રીએશન કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.

    બિજલ પટેલને જુની હિન્દી ફિલ્મ્સના સોંગ્સ સાંભળવાનો શોખ છે. તેમજ ગૌ પ્રેમી પણ છે. સોશિયલ મીડિયા પર તેઓ ગાયોને લીલું ઘાસ ખવડાવતા જોવા મળે છે. માત્ર એટલું જ નહીં, એકવાર તેઓ વિવાદમાં પણ આવી ચૂક્યા છે.



    બિજલ પટેલ બે વર્ષ પહેલા દીકરીના પાસપોર્ટને રિન્યૂ કરવાને લઈ પણ વિવાદમાં આવી ચૂક્યા છે. વર્ષ 2016માં બિજલ પટેલે તેમની સગીર દીકરીનો પાસપોર્ટ ત્રણ મહિનાને બદલે 10 વર્ષ સુધી રિન્યૂ કરાવવાને લઈ ચર્ચામાં આવ્યા હતા. તે સમયે તેમની દીકરીને 18 વર્ષ પૂર્ણ થવામાં ત્રણ મહીનાનો સમય બાકી હોવા છતાં તેઓ 10 વર્ષ સુધી પાસપોર્ટ રિન્યૂ કરાવવા માગતા હતા. આ અંગે નિયમ એવો છે કે દીકરી સગીર હોવાથી તેને આ જ કેટેગરીમાં પાસપોર્ટ ઈશ્યુ થઈ શકે તેમજ બિજલ પટેલે પાસપોર્ટ માટેની અરજી પણ સગીરની કેટેગરીમાં કરી હોવાથી નિયમોનું પાલન કરવું પડે તેમ હતું અને ત્રણ મહીનાથી વધુ સમયનો પાસપોર્ટ ઈશ્યુ થઈ શકે તેમ ન હતો.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Bijal Patel, Profile

    આગામી સમાચાર