Home /News /gujarat /

મેડિકલ, ડેન્ટલ, પેરામેડિકલ કોર્સમાં NRI ક્વોટા રદ કરવાનો મામલો, HCમાં રાજ્ય સરકારના વટહુકમને પડકારાયો

મેડિકલ, ડેન્ટલ, પેરામેડિકલ કોર્સમાં NRI ક્વોટા રદ કરવાનો મામલો, HCમાં રાજ્ય સરકારના વટહુકમને પડકારાયો

ગુજરાત સરકાર દ્વારા મેડિકલ, ડેન્ટલ, ફિઝોયોથેરાપી અને પેરામેડિકલ કોર્સમાં એનઆરઆઈના 15 ટકા ક્વોટા રદ કરવાના વટહુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા મેડિકલ, ડેન્ટલ, ફિઝોયોથેરાપી અને પેરામેડિકલ કોર્સમાં એનઆરઆઈના 15 ટકા ક્વોટા રદ કરવાના વટહુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# ગુજરાત સરકાર દ્વારા મેડિકલ, ડેન્ટલ, ફિઝોયોથેરાપી અને પેરામેડિકલ કોર્સમાં એનઆરઆઈના 15 ટકા ક્વોટા રદ કરવાના વટહુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અમેરિકામાં રહેતી એક એનઆરઆઈ વિદ્યાર્થિનીએ હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર અને એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીને નોટિસ ફટકારી છે. આ કેસની વધુ સુનાવણી 30 જૂને હાથ ધરાશે.

સુનાવણી સમયે, હાઈકોર્ટમાં અરજદારના વકીલ ધવલ દવેની રજૂઆત હતી કે, એનઆરઆઈ ક્વોટા રદ કરવાનો રાજ્ય સરકારનો વટહુકમ ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ, વર્ષ 2005માં એનઆરઆઈ ક્વોટાની જોગવાઈ કરવામાં આવેલી છે.

આ સંજોગોમાં રાજ્ય સરકાર વટહુકમ લાવીને તેને રદ કરી શકે નહીં. માનો કે રાજ્ય સરકારને સત્તા છે તો પણ ચાલુ વર્ષથી તે અમલી કરી શકાય નહીં. આ માટે વિદ્યાર્થીઓને સમય આપવો જોઈએ અને તેનો અમલ આવતા વર્ષથી જ થઈ શકે.

રાજ્ય સરકારે એનઆઈઆર ક્વોટાને રદ કરવાના કરવા માટેના કારણોમાં જણાવ્યું છે કે, એનઆરઆઈ ક્વોટા માટે સાચા અર્થમાં એનઆરઆઈ વિદ્યાર્થીઓ મળતા નથી, જેના લીધે બેઠકો એનઆરઆઈ સ્પોન્સર્ડ વિદ્યાર્થીઓથી ભરવામાં આવે છે, એનઆરઆઈ ક્વોટા પર અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ સામાન્ય રીતે અભ્યાસ બાદ ભારત બહાર જતા રહે છે.
First published:

Tags: એનઆરઆઇ, મેડિકલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन