Home /News /gujarat /બોડકદેવ વોર્ડની 20 સોસાયટીઓના રહીશોએ સ્વચ્છતાના સંકલ્પ લીધા

બોડકદેવ વોર્ડની 20 સોસાયટીઓના રહીશોએ સ્વચ્છતાના સંકલ્પ લીધા

અમદાવાદ# અમદાવાદ શહેરમાં સૌ પ્રથમવાર મેયર ગૌતમ શાહ દ્વારા નવો અભિગમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં દ્રિચક્રી વાહનોનો ઉપયોગ કરી રેલી કાઢી, લોકોના નિવાસ્થાને જઇને સ્વચ્છતા રાખવા માટે સમજ આપવામાં આવી હતી.

અમદાવાદ# અમદાવાદ શહેરમાં સૌ પ્રથમવાર મેયર ગૌતમ શાહ દ્વારા નવો અભિગમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં દ્રિચક્રી વાહનોનો ઉપયોગ કરી રેલી કાઢી, લોકોના નિવાસ્થાને જઇને સ્વચ્છતા રાખવા માટે સમજ આપવામાં આવી હતી.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# અમદાવાદ શહેરમાં સૌ પ્રથમવાર મેયર ગૌતમ શાહ દ્વારા નવો અભિગમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં દ્રિચક્રી વાહનોનો ઉપયોગ કરી રેલી કાઢી, લોકોના નિવાસ્થાને જઇને સ્વચ્છતા રાખવા માટે સમજ આપવામાં આવી હતી.

મેયર ગૌતમ શાહે સ્વચ્છતા રાઉન્ડનાં બીજા તબક્કામાં બોડકદેવ વોર્ડની પસંદગી કરાઇ છે. આ સ્વચ્છતા રાઉન્ડમાં હેલ્થ કિમટીના ચેરમને દિનેશભાઇ દેસાઇ, દંડક લાલાભાઇ ઠાકોર, રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમને જતીનભાઇ પટેલ સહિત અન્ય હેલ્થ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

સ્વચ્છતા રાઉન્ડની શરૂઆતમાં મેયર ગૌતમ શાહના હસ્તે સફાઇ કામદારોનું સન્માન કરાયુ હતું. ત્યાર બાદ મેયર દ્વારા બોડકદેવ વિસ્તારની અલગ અલગ 20 સોસાયટીઓમાં ફર્યા હતા અને સ્થાનિક રહેવાસીઓને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા, તેમજ સોસાયટીમાં સ્વચ્છતા વધે તે માટે કચરા ટોપલી પણ આપી હતી. આ કાર્યક્રમમાં નેપ્રા રીસોર્સ મેનેજમેન્ટ અને માય ઓન સ્ટ્રીટ સંસ્થાના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.
First published:

Tags: ગૌતમ શાહ, જાગૃતિ, મેયર, રહીશો, સોસાયટી, સ્વચ્છતા અભિયાન

विज्ञापन
विज्ञापन