ન્યૂઝ18 ગુજરાતી: લોકસભાની ચૂંટણી બાદ હવે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી ચર્ચા થઇ રહી છે. સૂત્રોનું માનીએ તો, અલ્પેશ ઠાકોર આગામી 20-25 દિવસમાં ભાજપમાં જોડાશે. તેઓ શક્તિપ્રદર્શન સાથે ભાજપમાં જોડાશે. જ્યારે ભાજપમાં અલ્પેશ ઠાકોરને મોટી જવાબદારી મળી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, અલ્પેશ ઠાકોરને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. ઉપરાંત ધવલસિંહ ઝાલા પણ જોડાય તેવી શક્યતા છે.
મંગળવારે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ લોકોના મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ રહી છે. આગામી 10 વર્ષ સુધી કોંગ્રેસ ઉભી નહીં થઈ શકે. કોંગ્રેસ પાસે સંગઠન નથી. 15થી 17 ધારાસભ્યો કોંગ્રેસ છોડશે. કોંગ્રેસમાં ચૂંટાયેલા MLA અને સંગઠન વચ્ચે તાલમેલ નથી. કોંગ્રેસ નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુશ થઈ જાય છે. પ્રજાના પ્રશ્નો ઓળખવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે.
અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, હું પહેલાથી મોદી સાહેબને માનુ છું. મોદી સાહેબ પ્રત્યે મને ખૂબ જ માન છે. દેશ અને દુનિયા મોદીજીને માને છે. જ્યારે રાહુલ ગાંધી વ્યક્તિ તરીકે સારા છે. નેતા તરીકે રાહુલ ગાંધીની સરખામણી મોદીજી સાથે ન થાય.
આ મામલે કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી ભાજપમાં જાવ તો કેબિનેટ મંત્રી બનાય, પરંતુ ભાજપના ધારાસભ્ય વફાદારી રાખે તો તેમને માત્ર વિધાનસભામાં અભિનંદન જ મળે છે. જ્યારે અલ્પેશ ઠાકોર મુદ્દે તેમણે કહ્યું હતું કે, 15 ધારાસભ્યો તો દૂરની વાત છે તેઓ પોતાનું ધારાસભ્ય પદ કેવી રીતે બચાવે છે તે જોવાનું રહેશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર