Home /News /gujarat /ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતમાં છે સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો

ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતમાં છે સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો

પ્રતિકાત્મક તસવીર

બીજી તરફ રાજ્યમાં એવા પણ ઉમેદવારો છે તે જેમની પાસે કોઇ સંપત્તિ જ નથી.

ન્યૂઝ 18 ગુજરાતી: ગુજરાતમાં 23 એપ્રિલનાં મંગળવારનાં રોજ લોકસભાની બેઠકો માટે મતદાન થવાનું છે. જે પહેલા એસોશિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સે (એડીઆર) ગુજરાતનાં 371માંથી 370 ઉમેદવારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેના આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 75 ઉમેદવારો કરોડપતિમાં સામેલ થાય છે. ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાત સૌથી વધુ કરોડપતિ ઉમેદવાર ધરાવતું રાજ્ય છે. જ્યારે મહારાષ્ટ્રમાં 71, કર્ણાટકનાં 46 ઉમેદવારો, કેરળમાં 45 ઉમેદવારો કરોડપતિ છે.

જ્યારે બીજી તરફ રાજ્યમાં એવા પણ ઉમેદવારો છે તે જેમની પાસે કોઇ સંપત્તિ જ નથી. તેવા ઉમેદવાર દાહોદનાં અપક્ષ ઉમેદવાર દેવધા સમસુભાઇ ખટરાભાઇનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: આશા પટેલનો ઓડિયો વાયરલ, 'હાર્દિક ફેક્ટર ઘટાડવા શહીદ પરિવારને પૈસા આપી દો'

આ ઉમેદવાર પાસે કરોડોનું દેવું

અમદાવાદ વેસ્ટનાં ઉમેદવાર વેદુભાઇ સિરાસત કૌતિકભાઇને નામે માત્ર 300 રૂપિયાની સંપત્તિ છે. એવા પણ ઘણાં ઉમેદવારો છે કે જેમની પર કરોડોનું દેવું છે. આવા ઉમેદવારોમાં પોરબંદરનાં ઉમેદવાર રમેશ ધડુક પાસે 21.79 કરોડનું દેવું છે.

આ પણ વાંચો: અહીં તમે PMની યોજનાઓની વાત કરશો તો જ મળશે ચા, જાણો કેમ?

રાજ્યનાં ટોપ પાંચ ધનવાન ઉમેદવારો

રાજ્યનાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉમેદવારોમાં પહેલું નામ કોંગ્રેસનાં મહેસાણાનાં ઉમેદવાર એ. જે. પટેલનું આવે છે. તેમની પાસે 69.87 કરોડ રુપિયાની સંપત્તિ છે. જ્યારે બીજા નંબર પર ભાજપનાં નવસારીનાં ઉમેદવાર સી.આર. પાટીલ આવે છે. તેમની પાસે 44. 60 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ત્રીજા નંબરે ભાજપનાં જ મહેસાણાનાં ઉમેદવાર શારદા એ. પટેલ આવે છે જેમની પાસે 44.03 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ચોથા નંબર પર ભાજપનાં જામનગરનાં ઉમેદવાર પૂનમ માડમ આવે છે તેમની પાસે 42.73 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે પાંચમા નંબપે ભાજપનાં ગાંધીનગર બેઠકનાં અમિત શાહ આવે છે જેઓ 40.32 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.

14 બેઠકો 'રેડ એલર્ટ'

ગુજરાતની 14 બેઠકોને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. જે બેઠકમાં 3 કે તેથી વધારે ઉમેદવારોએ પોતાની સામે ગુનો નોંધાયો હોવાનું કબૂલ્યું હોય તેને રેડ એલર્ટ ગણવામાં આવે છે. રાજ્યમાં ગાંધીનગર, અમદાવાદ પુર્વ, રાજકોટ, જામનગરનો મુખયત્વે સમાવેશ થાય છે તે ઉપરાંત નવસારી, જામનગર, બનાસકાંઠા, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર, પંચમહાલ, ભરૂચ અને ભાવનગરનો સમાવેશ થાય છે.
First published:

Tags: Ahmedabad East S06p07, Candidates, Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, અમદાવાદ, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો