અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસ ચોપડે એક બળાત્કારની ઘટના નોંધાઈ છે. જેમાં એક સગીરાએ (minor girl) તેના પરિણીત વિધર્મી પ્રેમી (married lover) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી અનેક વાર આ સગીરાને ગેરેજ અને ફ્લેટમાં લઈ જઈ લગ્નની લાલચ (marriage) આપી દુષ્કર્મ આચર્યુ હતું. આટલું જ નહીં, આરોપીએ શરૂઆતમાં સગીરાની માતાને બહેન બનાવી હતી અને બાદમાં તે સગીરાના પ્રેમમાં પડ્યો હતો. આરોપી અને સગીરા ઇન્સ્ટાગ્રામ (Instagram) પર વાતો કરતા બને એકબીજાના પ્રેમમાં પડયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના ગોમતીપુર ગામમાં રહેતી એક સગીરા તેના માતા પિતા સાથે રહે છે અને ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો છે. અઢી વર્ષ પહેલા સગીરાની માતા જે ડોકટરના ત્યાં નોકરી કરતી હતી ત્યાં એક મહિલા આવતી હતી. જેના પતિ રાહીલે આ સગીરાની માતાને બહેન બનાવી હતી અને તેની ઘરે અવર જવર રહેતા બને એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને ઇન્સ્ટાગ્રામ પર વાતો કરતા હતા.
લોકડાઉન વખતે આ આરોપીએ સગીરાને મળવા બોલાવી હતી અને બાદમાં ભાઈના ગેરેજ પર લઈ જઈ અંદર એક રૂમમાં લગ્નની લાલચ આપી શારીરિક સબન્ધ બાંધ્યો હતો. બાદમાં ઠક્કરનગર ખાતે આરોપી આ સગીરાને મળવા બોલાવતો અને ત્યાં તેના મિત્રના સબંધીના ફ્લેટમાં લઈ જતો હતો. ત્યાં પણ તે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. આ જ ફ્લેટમાં આરોપીએ દસેક વાર સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.
વર્ષ 2021માં એક દિવસ સગીરા મણિનગર ખાતે આરોપીને મળવા ગઈ હતી. ત્યારે આ વાતની જાણ સગીરાના પિતાને થતા બાદમાં તે બંને એ મળવાનું બંધ કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર વાતો કરતા હતા. જેથી સગીરાના પિતાએ તેનો ફોન લઈ લીધો હતો. બાદમાં આરોપીએ સગીરાને ફોન અપાવ્યો હતો.
જ્યારે જ્યારે સગીરા લગ્ન કરવા માટે આરોપી પ્રેમીને કહે તો તે વાત ટાળતો હતો. સમાજમાં માતા પિતા લગ્ન કરવાની વાત કરતા હોવાથી સગીરાએ આ પ્રેમીને આ વાતની જાણ કરતા તેણે પોતાના સંબંધની જાણ કરી દેશે તેવી ધમકી આપી હતી. બાદમાં લગ્ન ન કરી માત્ર રિલેશનશીપમાં રહેવાનું સગીરાને કહ્યું હતું.
સગીરાએ આ યુવક સાથે વાત કરવાનું બંધ કરી દેતા રસ્તામાં રોકી પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. સગીરા તેની માસીના ઘરે જાય તો ત્યાં બાઇક લઈ આરોપી જતો હતો અને ગાળો બોલી ફરાર થઇ જતો હતો. સગીરાએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ફોન ચાલુ રાખી વાત કરવાની બન્ધ નહિ કરવા કહી ધમકાવી હતી.
એક દિવસ કંટાળીને ઘરે બેઠેલી સગીરા રડતી હતી જેથી તેના પિતાએ સમગ્ર બાબતે પૂછતાં સગીરાએ રાહીલ સાથે સબંધ ન રાખવા કહ્યું હતુ. ત્યારે આરોપી સગીરાના ઘરે ગાડી લઈ પહોંચી ગાળાગાળી કરતો હતો અને સગીરાના કાકા તથા પિતા સાથે બબાલ કરી મારામારી કરી હતી. જેથી સમગ્ર બાબતને કાઈને ગોમતીપુરમાં આ અંગે મોહમદ રાહીલ સામે ફરિયાદ નોંધાતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.