Home /News /gujarat /

મંત્રી તરીકે પસંદગી કરવા બદલ નરેન્દ્ર મોદી, અમિત શાહનો આભાર : માંડવિયા

મંત્રી તરીકે પસંદગી કરવા બદલ નરેન્દ્ર મોદી, અમિત શાહનો આભાર : માંડવિયા

ફાઇલ તસવીર

મનસુખ માંડવિયા સાઇકલ પર સવાર થઈને રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, માંડવિયાનો પરિવાર સમારંભમાં હાજરી આપશે.

  ન્યૂઝ18 ગુજરાતી : નરેન્દ્ર મોદીની નવી સરકારમાં ગુજરાતમાંથી ત્રણ મંત્રીઓ શપથ લેશે. આ ત્રણ લોકોમાં ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. મનસુખ માંડવિયા નરેન્દ્ર મોદીની ગત સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મંત્રી પદના શપથ લેશે.

  પોતાના નામની જાહેરાત બાદ મનસુખ વસાવાએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મારા પર ફરીથી વિશ્વાસ મૂક્યો છે તેના માટે હું તેમનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. ગત સરકારમાં હું રોડ-ટ્રાન્સપોર્ટ, શિપિંગ અને કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રી હતો. આ વખતે વડાપ્રધાન મને જે પણ કામ આપશે તેને હું નિષ્ઠાથી કરીશ."

  આ પણ વાંચો : ગુજરાતના આ ત્રણ સાંસદ મોદી સરકારમાં બનશે મંત્રી

  પોતાના સાઇકલ ચલાવાના શોખ વિશે વાત કરતા માંડવિયાએ જણાવ્યું કે, "મારા માટે સાઇકલ ચલાવવી એક ફેશન નહીં પરંતુ ફેશન છે. હું સાંસદ હતો ત્યારે પણ સાઇકલ લઈને સંસદ જતો હતો, મંત્રી બન્યા બાદ પણ હું સાઇકલ પર સંસદ જતો હતો. આજે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે પણ હું સાઇકલ લઈને જ જવાનો છું. સાઇકલ ઇકો-ફ્રેન્ડલી છે એટલું જ નહીં તેનાથી ઇંધણની બચત થાય છે અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. લોકો સાઇકલનો ઉપયોગ કરે તે માટે અમે ચળવળ પણ ચલાવીએ છીએ."

  ઉલ્લેખનીય છે કે આજે ગુરુવારે સાંજે યોજનારા શપથ ગ્રહણ સમારંભમાં મનસુખ માંડવિયા સાંજે 5.50 વાગ્યે સાઇકલ લઈને જશે. મનસુખ માંડવિયાનો પરિવાર પણ શપથ સમારંભમાં હાજરી આપશે. અમદાવાદ ખાતેથી બપોરે 2.20 વાગ્યે તેમનો પરિવાર દિલ્હી જવા રવાના થશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Lok sabha election 2019, નરેન્દ્ર મોદી, મનસુખ માંડવીયા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन