ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામતનો લાભ મળે સહિતની માગણીઓ સાથે પાસ કન્વીનર હાર્દિક પટેલ ગત 25 ઓગસ્ટથી ગ્રીનવુડ રેસ્ટોરન્ટ ખાતે આવેલા પોાતના નિવાસ સ્થાને ઉપવાસ ઉપર હતો. આજે શુક્રવારે હાર્દિક પટેલના ઉપવાસનો 14મો દિવસ છે. જોકે, હાર્દિક પટેલની તબિયત વધારે બગડતા હાર્દિક પટેલને એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હું કે, "હું મીડિયાના માધ્યમથી દેશની અને ગુજરાતની જનતાને એક સંદેશો આપવા માંગુ છું. અડધો પોણો કલાક પહેલા નરેશ પટેલ હાર્દિક પટેલને મળી ગયા પછી તેમની તબિયત અચાનક બગડી હતી. ગત કાલે રાત્રે પણ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, રાત્રે હાર્દિકના યુરીનનો રીપોર્ટ ખુબ જ ખરાબ આવ્યો હતો. ડોક્ટરે કાલ સાંજે એડમિટ થવાની સલાહ આપી હતી. ત્યારે હાર્દિક પટેલે ઇન્કાર કરી દીધો હતો. એ સમયે જ એવા સંકેત મળતા હતા કે 12 કે 18 કલાકની અંદર હાર્દિક પટેલ કોમામાં જઇ શકે છે. આ વાત મે મીડિયામાં પણ કરેલી."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "પરંતુ આજે બપોર પછી અચાનક જ હાર્દિક પટેલની બગડી. એવા સમયે અમે સાથે મળીને નક્કી કર્યું કે, હાર્દિકને દાખલ કરવા જોઇએ. નરેશ પટેલ મળીને ગયા પછી હાર્દિકને ચક્કર આવવા લાગ્યા અને શ્વાસ લેવામાં પણ તકલિફ પડવા લાગી હતી. અમે સ્થળ ઉપર હાજર એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લાવ્યા. હોસ્પિટલમાં એમની સારવાર ચાલું છે. અમે નક્કી કર્યું કે હાર્દિક પટેલ હશે તો બાકીની લડાઇ લડીશું. હાર્દિક પટેલના અંગોમાં કંઇ મોટી ખામી ન થાય અને તેના ભવિષ્યની પણ ચિંતા કરીને તેને હોસ્પિટલ લાવ્યા છીએ. આમ કોઇ ગેરસમજમાં ના આવે. ગુજરાતની જનતાને પાસ દ્વારા શાંતિ જાળવવા માટે અપીલ પણ કરી છે. "
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર