Home /News /gujarat /

16 વર્ષ બાદ ઇરોમના ઉપવાસનો અંત, કહ્યું-મણીપુરની CM બનવા ઇચ્છું છું

16 વર્ષ બાદ ઇરોમના ઉપવાસનો અંત, કહ્યું-મણીપુરની CM બનવા ઇચ્છું છું

16 વર્ષનો લાંબો ઇંતજાર પુરો થયો, ઇરોમ શર્મિલા ચાનુએ આજે AFSPA વિરૂધ્ધ પોતાની ભૂખ હડતાલનો અંત કર્યો. ઇમ્ફાલના માલોમ ગામમાં 10 લોકોના માર્યા ગયા બાદ ઇરોમે ખાવાનો ત્યાગ કર્યો હતો અને સોગંધ લીધા હતા કે આ કાયદાને ખતમ નહીં કરૂ ત્યાં સુધી અન્નનો દાણો નહીં લઉં.

16 વર્ષનો લાંબો ઇંતજાર પુરો થયો, ઇરોમ શર્મિલા ચાનુએ આજે AFSPA વિરૂધ્ધ પોતાની ભૂખ હડતાલનો અંત કર્યો. ઇમ્ફાલના માલોમ ગામમાં 10 લોકોના માર્યા ગયા બાદ ઇરોમે ખાવાનો ત્યાગ કર્યો હતો અને સોગંધ લીધા હતા કે આ કાયદાને ખતમ નહીં કરૂ ત્યાં સુધી અન્નનો દાણો નહીં લઉં.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ઇમ્ફાલ #16 વર્ષનો લાંબો ઇંતજાર પુરો થયો, ઇરોમ શર્મિલા ચાનુએ આજે AFSPA વિરૂધ્ધ પોતાની ભૂખ હડતાલનો અંત કર્યો. ઇમ્ફાલના માલોમ ગામમાં 10 લોકોના માર્યા ગયા બાદ ઇરોમે ખાવાનો ત્યાગ કર્યો હતો અને સોગંધ લીધા હતા કે આ કાયદાને ખતમ નહીં કરૂ ત્યાં સુધી અન્નનો દાણો નહીં લઉં.

44 વર્ષિય શર્મિલા ઇરોમે આજે સ્થાનિક કોર્ટમાં પોતાની ભૂખ હડતાલનો અંત કર્યો. આજે તેમને ન્યાયિક મેજીસ્ટ્રેટ સામે રજુ કરવામાં આવ્યા અને ભૂખ હડતાળ તોડતાં એમને છોડી મુકવામાં આવ્યા હતા.

ભૂખ હડતાલનો અંત લાવતાં તેમણે કહ્યું હતું કે, હું મણીપુરની સીએમ બનવા ઇચ્છું છું કે જેથી બદલાવ લાવી શકું. મારૂ શિક્ષણ ઘણું ઓછું છે પરંતુ સકારાત્મક બદલાવ માટે કામ કરીશ. મારૂ પહેલું કામ હશે AFPSAને દુર કરવાનું. હું મારી માતાને ત્યારે જોઇશ કે જ્યારે મને મંઝીલ મળી જાય. મારે કોઇ પ્રકારની સુરક્ષા પણ નથી જોઇતી.

ભૂષ હડતાલ પુરી કરતાં ઇરોમે લગ્ન કરવાની અને રાજકારણમાં આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ એક સંગઠને તેણીને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. આ પહેલા તેમણે કહ્યું હતું કે, નવમી ઓગસ્ટે તે પોતાની ભૂખ હડતાલ ખતમ કરશે અને મણીપુરમાં આગામી વર્ષે થનાક વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારના રૂપમાં ચૂંટણી લડશે.

અહીં નોંધનિય છે કે, ઇરોમે છેલ્લા 16 વર્ષ દરમિયાન નથી કંઇ ખાધું કે નથી કંઇ પીધું. એમને બળબજરીપૂર્વક નાક દ્વારા આહાર આપવામાં આવતો હતો. ઇરોમે નવેમ્બર 2000માં સુરક્ષા બળોના હાથે 10 નાગરિકોના મોત બાદ આફસ્પા હટાવવાની માંગ કરતાં ભૂખ હડતાલ શરૂ કરી હતી. ભૂખ હડતાલ પર બેઠાના ત્રણ દિવસ બાદ મણીપુર સરકારે આત્મહત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં ધરપકડ કરી હતી.
First published:

Tags: ઉપવાસ આંદોલન, મણીપુર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन