Home /News /gujarat /અમદાવાદ: જાહેરમાં જ પ્રેમીએ છરીનાં ઘા મારી પ્રેમિકાની કરી હત્યા, 2ની ધરપકડ

અમદાવાદ: જાહેરમાં જ પ્રેમીએ છરીનાં ઘા મારી પ્રેમિકાની કરી હત્યા, 2ની ધરપકડ

વીડિયોમાં કેદ થયેલા દ્રશ્યો

આ મામલામાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એક યુવક ફરાર છે.

નવીન ઝા, અમદાવાદ : બાવળામાં ગઇકાલે એક ચકચાર મચાવતો કિસ્સો બન્યો હતો જેમાં એક યુવાન તેની પ્રેમિકાને જાહેરમાં જ છરીનાં ઘા મારીને ફરાર થઇ ગયો હતો. જે બાદ યુવતીને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી પરંતુ તેની હાલત નાજુક હોવાને કારણે યુવતીને વી. એસ. હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલામાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એક યુવક ફરાર છે.

મોબાઇલમાં વીડિયો થયો કેદ

આ મામલે મળતી માહિતી પ્રમાણે બાવળામાં કેતન વાઘેલા નામનાં યુવાને તેની પ્રેમિકાને જાહેર બજારમાં છરીના ઘા મારી હત્યા કરી છે. યુવક હુમલો કર્યા બાદ હાથમાં છરી લઈ ભાગતો હતો ત્યારે એક મોબાઇલનાં વીડિયોમાં કેદ થયો છે. યુવતીને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદઃ પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન, 'સાહેબ મેં મારી પત્નીની હત્યા કરી'

કેતનની ફાઇલ તસવીર


મિત્રો સાથે બાઇક પર આવ્યો હતો યુવક

બાવળાનાં બજારમાં યુવાન પોતાના બે મિત્રો સાથે બાઇક પર બેસીને આવ્યો હતો. યુવાને યુવતીને તેની સાથે આવવા કહ્યું પરંતુ યુવતીએ ના પાડતાં યુવાને જાહેરમાં જ છરીથી તેને રહેંસી નાંખી લોહીલુહાણ કરી નાંખી હતી.

આ પણ વાંચો:  રામોલ ગેંગરેપ કેસઃ મુખ્ય આરોપી અંકિતના DNA મૃત બાળક સાથે થયા મેચ

યુવતીનાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

મૃતક યુવતીના પરિવારજનોએ ત્રણેય આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. મળતી માહિતી પ્રમાણે મૃતક યુવતીના 26મેના રોજ લગ્ન થવાના હતા. તેથી તે તેની બહેનો સાથે બજારમાં ખરીદી કરવા ગઇ હતી.

ધોરણ-12 સાયન્સનું પરિણામ જુઓ :
First published:

Tags: Afire, અમદાવાદ, ગુજરાત, ગુનો, હત્યા