Home /News /gujarat /

Ahmedabad Cyber Fraud: તમારું સીમ કાર્ડ બંધ થાય તો સેકન્ડનો પણ વિચાર કર્યાં વગર કંપનીનો સંપર્ક કરજો, અમદાવાદના વ્યક્તિએ 2.39 કરોડ ગુમાવ્યા

Ahmedabad Cyber Fraud: તમારું સીમ કાર્ડ બંધ થાય તો સેકન્ડનો પણ વિચાર કર્યાં વગર કંપનીનો સંપર્ક કરજો, અમદાવાદના વ્યક્તિએ 2.39 કરોડ ગુમાવ્યા

મોબાઇલ સીમ કાર્ડ (Shutterstock તસવીર)

Ahmedabad Cyber fraud: મોબાઇલ નંબર બંધ થયાનું જાણીને તેમણે કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. સામેથી જવાબ મળ્યો કે તમારો કૉલ આવ્યો હોવાથી અમે તમારું સીમ લોક કરી દીધું છે.

અમદાવાદ: કેવાયસી (KYC) માટે બેંક એકાઉન્ટ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની યોજનાનો સાઇબર ગઠીયા (Cyber criminals)ઓ ગેરલાભ ઉઠાવી નાગરિકો સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાની એક ઘટના સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Cyber crime police station)માં નોંધાઈ છે. શહેરની એક કોટન કંપનીના ઓફિશિયલ મોબાઈલ નંબરને હેક કરીને અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂ.2.39 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કિસ્સો તમામ લોકો માટે લાલબત્તી સમાન છે. સાઇબર ગઠિયા આવી રીતે કોઈના પણ બેંક ખાતાને સાફ કરી શકે છે.

મકરબામાં રહેતા અને એસ. જી. હાઈવે પર રૂ અને દોરાની એક્સપોર્ટ કરતી કંપનીના માલિક અલ્કેશભાઈ ગાંગાણીએ તેમની કંપનીના વ્યવહાર કરવા માટે ખાનગી બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. આ એકાઉન્ટમાં ઈન્ટરનેટ બેન્કિંગ મારફતે નાણાંકીય લેવડદેવડ કરવા માટે અલ્કેશભાઈએ પોતાનો મોબાઈલ નંબર અને પોતાનું ઈ-મેઈલ આઈડી રજીસ્ટર્ડ કરાવ્યાં હતાં.

અચાનક મોબાઇલ નંબર બંધ થયો


આ મોબાઈલ નંબર તેમજ ઈમેઈલ આઈડી દ્વારા બેંક એકાઉન્ટમાં ઓનલાઈન નેટ બેન્કિંગથી તેમના ધંધાને લગતી રોજબરોજની નાણાંકીય લેવડદેવડ કરવામાં આવતી હતી. ઘટના કઈ એવી બની છે કે ગત રવિવારના રોજ સાંજના પોણા છ વાગ્યાના સુમારે અલ્કેશભાઈનો મોબાઈલ નંબર અચાનક બંધ થઈ ગયો હતો.

આ પણ વાંચો: સાળી સાથે આંખ મળી જતાં પતિએ ઘડ્યો ખતરનાક પ્લાન

મોબાઇલ નંબર બંધ થયાનું જાણીને તેમણે કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. સામેથી જવાબ મળ્યો કે તમારો કૉલ આવ્યો હોવાથી અમે તમારું સીમ લોક કરી દીધું છે. જોકે, ફરિયાદીએ મોબાઇલ કંપનીને આવું કંઈ કહ્યું જ ન હતું. ત્યારબાદ તેમણે મોબાઈલની દુકાનમાં જઈને નવું સીમ કાર્ડ લઈને પોતાનો ફોન ચાલુ કરાવી લીધો હતો.

2.29 કરોડ રૂપિયાની ઉચાપત


બીજા દિવસે અલ્કેશભાઈને તેમના ભાગીદારે ફોન કરીને જાણ કરી હતી કે, ગઈ રાતના કંપનીના એકાઉન્ટમાંથી ઘણા બધા ટ્રાન્ઝેક્શન થયા છે. આ જાણી બેંકમાં તપાસ કરતા તેમના બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર થયેલા ઈમેઈલ આઈડી પર ઘણા બધા ટ્રાન્ઝેક્શનો જણાઈ આવ્યા હતા. જે તેમણે કર્યા ન હતા તેમજ કોઈ ઓટીપી પણ આપ્યો ન હતો. આ અંગે તપાસ કરતા કંપનીના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન આરટીજીએસ મારફતે જુદાં જુદાં એકાઉન્ટમાં કુલ રૂપિયા 2.29 કરોડ ઉપાડી લેવામાં આવ્યા હતા. આ અંગે અલ્કેશભાઈએ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: CYBER CRIME, અમદાવાદ, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन