હાલોલ: રાજકારણીએ યુવતીઓ સાથે દુષ્કર્મ કર્યાની સ્ટેમ્પ પેપર પર કબૂલાત કરી

News18 Gujarati
Updated: April 18, 2019, 9:08 AM IST
હાલોલ: રાજકારણીએ યુવતીઓ સાથે દુષ્કર્મ કર્યાની સ્ટેમ્પ પેપર પર કબૂલાત કરી
પ્રતિકાત્મક તસવીર

હાલોલના ભાજપના કારોબારી સભ્ય અને આઈટી સેલના કન્વીનરને 100 રૂપીયાના સ્ટેમ્પ પેપર પર કરેલું કબૂલાતનામુ બહાર આવ્યું.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : હાલોલ તાલુકા ભાજપના કારોબારી સભ્ય અને આઈટી સેલના યુવા કન્વીનર દશરથ સનાભાઈ પરમાર નામના વ્યક્તિએ રૂપિયા 100ના સ્ટેમ્પ પેપર પર દુષ્કર્મ કર્યાની કબૂલાત કરતા ચકચાર મચી જવા પામી છે.

'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ મુજબ દશરથ પરમારે સાઈન કરી અને કબૂલાતનામું લખ્યું છે, જેમાં તેમણે લખ્યું છે 'હુ નીચે સહી કરનાર દશરથ સનાભાઈ પરમાર પગળીની મુવાડી કબૂલ કરું છું કે મેં યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યુ છે, આ લખવા પાછળ મને કોઈ દબાણ નથી. હું મારી જાતે હોશમાં સ્વીકારું છું. મેં પોતે સ્ત્રીઓ અને છોકરીઓને ખરાબ નજરથી દેખી તેમની પર દુષ્કર્મ કરેલ છે. હવે આવું કઈ કરું તો તમામ ગામ જે સજા આપે તે મંજૂર છે. આ લખાણ બાદ આપઘાત કરવાનો પ્રયત્ન કરું તો હબું પોતે જવાબદાર છું.”

અહેવાલ મુજબ આ પ્રકારનું કબૂલાતનામું કરનાર વ્યક્તિ દશરથ પરમારે અગાઉ થયેલા એક ઝઘડા સમયે આ કબૂલાતનામું કર્યુ હતું જોકે, તે કોઈ દબાણમાં કર્યુ કે ગામડાની કોઈ પ્રથા મુજબ સમાધાનના ભાગરૂપે કર્યુ તેના વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી પરંતુ આ પ્રકારનું ચકચારી કબૂલાતનામું બહાર આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.
First published: April 18, 2019, 9:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading