અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) બુધવારે એક વ્યક્તિને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તેની પ્રેમિકાને તેના પરિવાર (One-sided Lover Accused Woman’s Family) દ્વારા તેમના સંબંધોના વિરોધને કારણે ગાયબ કરવામાં આવી હતી. કોર્ટે આ મામલે અમરેલી પોલીસ (Amreli Police)ને તપાસ કરવા આદેશ આપ્યા હતા.
પોલીસને જાણવા મળ્યું હતું કે,અમરેલી શહેરનો એક કામદાર અરજદાર તેના પાડોશની મહિલા સાથે એકતરફી પ્રેમમાં હતો. મહિલા ઘરેથી ગાયબ થઈ ગઈ કારણ કે તે તેની પસંદના પુરુષ સાથે ભાગી ગઈ હતી અને તેની સાથે લગ્ન કર્યા હતા. તેણી 22 જાન્યુઆરીથી તેના માતાપિતાના ઘરે પરત ફરી ન હતી. તેથી અરજદારે મહિલાના ગાયબ થવા પાછળ તેના માતાપિતાનો હાથ હોવાનું વિચાર્યુ હતું.
મહિલાનો જીવ જોખમમાં છે અને તેના પિતા અને ભાઈએ તેને ક્યાંક ખોટી રીતે કેદ કરી લીધી હશે, તેવો આક્ષેપ કરી તે પહેલા પોલીસ અને ત્યારબાદ હાઈકોર્ટમાં દોડી ગયો હતો. તેણે એવો દાવો પણ કર્યો હતો કે, ગુમ થયેલી મહિલા અને તે 15 વર્ષથી સંબંધમાં હતા. કોર્ટે આ આરોપોની ગંભીર નોંધ લીધી હતી અને પોલીસને તાત્કાલિક તપાસ શરૂ કરવા આદેશ આપ્યો હતો.
અરજદારના એડવોકેટ માટે પણ તપાસ અહેવાલ આશ્ચર્યજનક હતો. પોલીસને જાણવા મળ્યું કે અમરેલીની એક ખાનગી શાળામાં ભણાવતી આ મહિલાએ ભાગીને મહારાષ્ટ્રના એક હિન્દુ પુરુષ સાથે લગ્ન કર્યા હતા. તેનો પરિવાર, જે મુસ્લિમ છે, તેને આ લગ્નને મંજૂરી આપી ન હતી અને તેને શોધવા માટે પોલીસનો સંપર્ક કર્યો ન હતો.
જ્યારે સંબંધિત પોલીસ અધિકારીએ મહિલા સાથે વાત કરી, ત્યારે તેણે અધિકારીને જાણ કરી કે તેના લગ્ન ખુશીથી થયા છે. તેણે કહ્યું કે તે તેના પરિવારની પ્રતિક્રિયાના ડરથી ઘરે પરત ફરી નથી. તેણીએ પોતાનું સરનામું જાહેર કર્યું ન હતું અને જ્યારે અરજદાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે, તેણીએ કહ્યું હતું કે તેણીને "તેની સાથે લગ્ન કરવામાં ક્યારેય રસ નહોતો." વધુમાં તેણીએ કહ્યું કે, તે ભાગ્યે જ તેને ઓળખતી હતી.
જોકે, જ્ઞાતિના સંબંધના કારણે તે તેને ક્યારેક હેલ્લો કહેતી. કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી અને પુરુષને આદેશ આપ્યો હતો કે તે ભવિષ્યમાં મહિલાનો સંપર્ક ન કરે અથવા નુકસાન ન પહોંચાડે. ન્યાયાધીશોએ તેમને દંડ ફટકાર્યો હતો અને આ રકમ ગુનેગારોના પરિવારો માટેના કલ્યાણ ભંડોળમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર