રુત્વિજ સોની, અમદાવાદ : સિગ્નલ બંધ હોવા છતાં બાઇક લઈને આગળ આવેલા વાહનચાલકને તમારા લીધે જ રસ્તા પર ટ્રાફિક થાય છે તેવું કહેવું ટીઆરબી જવાનને ભારે પડ્યું છે. આવું કહેતાં એક જ બાઇકચાલક ઉશ્કેરાયો હતો અને નીચે ઉતરી ટીઆરબી જવાનની ફેંટ પકડીને તારી શુ ઔકાત છે તારા જેવાને તો હું ખિસ્સામાં રાખું છું કહીને ગડદા પાટુનો મારી મોબાઇલ તોડી નાખતા ટીઆરબી જવાને રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
છેલ્લા દોઢેક વર્ષથી આઈ ડીવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જવાન રમીઝ હુસૈન શેખ ગઈકાલે રબારી કોલોની ચાર રસ્તા સ્ટાફ સાથે ટ્રાફિક નિયમન કરાવતા હતા. રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ રામરાજ્ય નગર તરફથી આવતા વાહનચાલકોની લાઇન બંધ કરાવી હતી. છતાં એક બાઈક ચાલે બાઇક ચલાવીને આગળ આવી ફરિયાદીના પગ પાસે આવીને બાઈક ઉભી કરી દીધી હતી. જેથી ટીઆરબી જવાની બાઇકચાલકને કહ્યું હતું કે તમે ભાઈ કેમ આગળ કેમ લાવો છો, તમારા લીધે રસ્તા ઓ પર ટ્રાફિક થાય છે. જોકે ટીઆરબી જવાનનાંં આવું કહેતા જ બાઇકચાલક ઉશ્કેરાયો હતો અને બાઇક પરથી નીચે ઉતરીને જવાની ફેંટ પકડી તારી શુ ઔકાત તારા જેવાને તો હું ખિસ્સામાં રાખું છું. તેમ કહીને બીભત્સ ગાળો બોલીને TRB જવાનને માર મારવા લાગ્યો હતો.
જો કે TRB જવાને મોબાઈલ કાઢતા બાઈક ચાલકે મોબાઈલ નીચે ફેંકીને તોડી નાખ્યો હતો. ફરિયાદીને ધક્કો મારીને નીચે પાડી દધો હતો. તેમજ ધમકી આપી હતી કે તું મને ઓળખતો નથી હું રામરાજ્ય નગરનો ડોન છું, આજ પછી મારી બાઈક ઊભી રાખીશ તો તને જીવ તો નહીં રહેવા દઉં. જોકે બૂમાબૂમ થતા આસપાસ માંથી અન્ય લોકો પણ આવી પહોંચ્યા હતા. જેથી બાઈક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા રામોલ પોલીસે આ મામલે ગૂનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર