Home /News /gujarat /

અમદાવાદ : ડુપ્લિકેટ સર્ટિફિકેટ પર સ્ટુડન્ટ વિઝા લઈને UK જતો શખ્સ ઝડપાયો

અમદાવાદ : ડુપ્લિકેટ સર્ટિફિકેટ પર સ્ટુડન્ટ વિઝા લઈને UK જતો શખ્સ ઝડપાયો

ફાઇલ તસવીર

પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતુ કે ચેતન પટેલે કાનપુર છત્રપતિ શાહુજી મહારાજ વિદ્યાલય ખાતેના બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટ તૈયાર કરાવ્યા હતા.

    હર્મેશ સુખડિયા, અમદાવાદઃ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક મુસાફર UK જાય તે પહેલા જ ઇમિગ્રેશન (Immigration) વિભાગે તેને ઝડપી પાડ્યો હતો. આ શખ્સ ડુપ્લિકેટ માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પર વિઝા બનાવડાવી UK જતો હતો. આ શખ્સની પૂછપરછ કરતા તેણે બે લોકોની મદદથી પાંચ લાખમાં આ ડોક્યુમેન્ટ બનાવડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

    અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રે UKની એક ફ્લાઇટ ઉપડવાની હતી. આ પહેલા ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓ ચેકિંગમાં હતા. આ દરમિયાન ચેતન મહેશભાઇ પટેલ નામનો શખ્સ ઇમિગ્રેશન વિભાગ પર ચેકિંગ કરાવી રહ્યો હતો. ઇમિગ્રેશન અધિકારીઓએ તેના પાસપોર્ટ અને વિઝાની તપાસ કરતા શંકા પડી હતી કે પાસપોર્ટ ફૅક દસ્તાવેજ પરથી બનાવડાવવામાં આવ્યો છે.

    ઇમિગ્રેશન અધિકારીઓએ શંકાના આધારે તેને બાજુમાં લઈને પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતુ કે ચેતન પટેલે કાનપુર છત્રપતિ શાહુજી મહારાજ વિદ્યાલય ખાતેના બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટ તૈયાર કરાવ્યા હતા. આ ડોક્યુમેન્ટ ગાંધીનગરના નિલેશ પટેલે પાંચ લાખમાં બનાવી આપ્યા હતા. બાદમાં સ્ટુડન્ટ વિઝા બાબતે વધુ તપાસ કરતા તે વડોદરાના જીતેન પટેલે બનાવી આપ્યા હોવાનું સામે આવ્યું હતું. એરપોર્ટ પોલીસે આ ત્રણેય લોકો સામે ગુનો નોંધી આરોપી ચેતનની ધરપકડ કરી હતી. આરોપી ચેતન પટેલ ગાંધીનગરના સુઘડ ગામનો રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Immigration, Student Visa, એરપોર્ટ

    આગામી સમાચાર