Home /News /gujarat /રાજ્યના 67 તાલુકામાં વરસાદ, અરવલ્લીની માજુમ અને મેશ્વોમાં ઘોડાપૂર, 49 ગામ એલર્ટ પર

રાજ્યના 67 તાલુકામાં વરસાદ, અરવલ્લીની માજુમ અને મેશ્વોમાં ઘોડાપૂર, 49 ગામ એલર્ટ પર

માજુમ ડેમ

24 કલાક દરમિયાન ભિલોડામાં 6 ઇંચ, ઈડરમાં 4.5 ઇંચ, વિજયનગરમાં 3 ઇંચ, વિજાપુર, મેઘરજ, વડાલી અને કઠલાલમાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે.

ગાંધીનગરઃ શનિવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સોમવારે પૂરા થતાં 24 કલાકની વિગતો જોઈએ તો રાજ્યના 15 જિલ્લાના 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં છ ઇંચ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 5.42 મિલીમીટર વરસાદ નોંધાયો છે.

24 કલાક દરમિયાન ભિલોડામાં 6 ઇંચ, ઈડરમાં 4.5 ઇંચ, વિજયનગરમાં 3 ઇંચ, વિજાપુર, મેઘરજ, વડાલી અને કઠલાલમાં બે-બે ઇંચ, મહેસાણા, મોડાસા, ખેડબ્રહ્મામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

અરવલ્લીની માજુમ અને મેશ્વો નદીમાં ઘોડાપૂર

અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં સારા વરસાદને કારણે જિલ્લાની માજુમ અને મેશ્વો નદીના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. શિણોલ પાસે માજુમ નદી પરના પાંચ ગામના વાહનવ્યવહારને અસર પહોંચી છે. અહીં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો મહાદેવગ્રામ-ગોખરવા પાસે મેશ્વો નાદીના કોઝવે પર પાણી ફરી વળવાને કારણે 15 ગામનો વાહન વ્યવહાર બંધ થઈ ગયા છે. વિદ્યાર્થીઓને શાળામાં જવામાં મુશ્કેલી પડી રહી છે. બંને નદીઓના નીચાણવાળા વિસ્તારમાં આવતા 49 ગામોને હાલ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ રાજ્યના જળાશયોમાં સરેરાશ 56% જ પાણી, વિકટ બની શકે છે પરિસ્થિતિ

સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો

સરદાર સરોવર ડેમના ઉપરવાસમાંથી પાણી આવક વધતા સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ડેમમાં 33,249 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેમજ 10,445 ક્યુસેક પાણીની જાવ થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.5 મીટરનો વધારો નોંધાયો છે. હાલની ડેમની સપાટી 127.23 મીટરે પહોંચી છે. ડેમમાં સપાટી વધતા 1 વર્ષેથી બંધ રહેલા RBPHના ટર્બાઇન ચાલુ કરાશે. હાલ CHPHના 3 યુનિટ ચાલુ કરાયા છે. હાલ સરદાર સરોવર ડમમાં 2375.20 MCM લાઈવ પાણીનો જથ્થો છે. આ જથ્થો ગુજરાત સહિત અન્ય રાજ્યોને પણ 1 વર્ષ સુધી પાણી આપવા માટે પુરતો છે.

કરજણ ડેમમાં નવા નીરની આવક

નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદને કારણે કરજણ ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ કરજણ ડેમના ઉપરવાસમાંથી 875 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કરજણ ડેમ હાલ હાઇએલર્ટ પર મૂકાયો છે. ડેમની હાલની સપાટી 113.39 મીટર પહોંચી છે. ડેમ 90.94 ટકા ભરાઈ ગયો છે.

દાહોદનો કાળી-2 ડેમ ઓવરફલો

દાહોદ જિલ્લામાં છેલ્લા કલાકથી પડી રહેલા વરસાદ તેમજ ઉપરવાસના વરસાદને લઈને કાળી-2 ડેમ ઓવરફલો થયો છે. હાલ આ ડેમ 0.10 મીટરે ઓવરફલો થઈ રહ્યો છે. કાળી-2 ડેમની કુલ સપાટી 257 મીટર છે. હાલ ડેમની સપાટી 257.10 મીટર થઈ છે. ડેમ ઓવરફ્લો થવાથી ખેડૂતોમાં હરખની હેલી દોડી ગઈ છે.

સાબરકાંઠા જિલ્લામાં 24 કલાકમાં પડેલો વરસાદ

હિંમતનગર--- 6 ઇંચ
ઈડર ----------5 ઇંચ
જયનગર----- 3 ઇંચ
પ્રાંતિજ-------1 ઇંચ
વડાલી------- 1 ઇંચ
ખેડબ્રહ્મા---- 37 મિમી
તલોદ--------16 મિમી
પોશીના---- 13 મિમી
First published:

Tags: Aravalli district, Gujarat rain Data, Heavy rain, Overflow, ઉત્તર ગુજરાત, વરસાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો