નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદના રામોલમાં થયેલ ગેંગ રૅપ માં મામલે આરોપી અંકિત પારેખના dna મૃત બાળક સાથે મેચ થયા છે. તમામ આરોપીઓના dna કરવામાં આવ્યા હતા જેમાં અંકિતનો dna મળી આવતા પોલીસને વધુ એક પુરાવો મળી ગયો છે.
અમદાવાદના રામોલ વિસ્તારમાં થયેલ ગેંગ રૅપ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓના dna fsl ખાતે મોકલવામાં આવ્યા હતા. પોલીસને રિપોર્ટ fsl દ્વારા સોંપવામાં આવ્યા છે. જેમાં અંકિત પારેખ અને ભોગ બનનારે જે મૃત બાળકને જન્મ આપ્યો હતો તે બંન્નેના રિપોર્ટ મેચ થયા છે. પોલીસનું કેહવું છે કે, આ રિપોર્ટ પુરાવા તેમના માટે મહત્વના છે.
બીજી બાજુ આ કેસમાં હજુ પણ એક આરોપી વોન્ટેડ છે. વોન્ટેડ આરોપી હાર્દિકને પકડવા હાલ પણ 3 ટીમો કામ કરી રહી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભોગ બનનાર ને atktમાં પાસ કરી આપવનું કહી તેની સાથે ગેંગ રૅપ કરવામાં આવ્યો હતો.
લાંબી સારવાર બાદ કિડનીની બીમારીથી યુવતીનું મોત થયું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે યુવતી સાથે સૌથી પહેલા અંકિતની મુલાકાત થઈ હતી. અંકિતે યુવતી સાથે પહેલા રૅપ કર્યો હતો. ત્યારબાદ અન્ય આરોપીઓ પણ સામેલ થઈ ગયા હતા. હાલ તો 3 આરોપીઓ પોલીસ ગિરફટમાં આવી ગયા છે ત્યારે ફરાર આરોપી ક્યારે પોલીસ ગિરફટમાં આવે છે તે જોયું રહ્યું.