મિતેષ ભાટિયા, વીરપુર: ડેભારીના (Mahisagar news) તલાટી ચાલુ પંચાયતે (daru party at government office) દારૂ પિતા વિડીયોમાં (viral video) કેદ થયા છે. ડેભારી ગ્રામ પંચાયતના તલાટી રમેશભાઈ દારૂની મહેફિલ માણતા વીડિઓમાં કેદ થયા છે. છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પણ જાણ કરવામાં આવી છે તે છતાં તલાટી પંચાયતમાં જ દારૂની મહેફિલ માણતા અવારનાવાર દેખાયા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા એક વર્ષથી લોકો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી રહી છે. પરંતુ કોની રહેમ નજર હેઠળ આ તલાટીને સાચવવામાં આવી રહ્યો છે અને તેમની સામે કાર્યવાહી કેમ નથી થતી તે મોટો પ્રશ્ન છે.
ન્યૂઝ18 ગુજરાતીની તપાસ થયો મોટો ખુલાસો
વીરપુર ડેભારી ગ્રામ પંચાયત ખાતે ન્યૂઝ18ની ટીમ પણ આ અંગે તપાસ કરવા પહોંચી હતી. ન્યૂઝ18ના અહેવાલ બાદ પંચાયત પર તાળાં લાગ્યા છે. પંચાયત કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મોટા પ્રમાણમાં મળી આવી છે. જે બાદ ન્યૂઝ18 ગુજરાતી સમક્ષ સ્થાનિકોએ પણ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રજૂઆતો છતાં પણ તલાટી દરરોજ પંચાયતમાંજ દારૂ પિતા હોય છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, વીડિયોમાં દેખાતા બંને તલાટીઓ પર કાર્યવાહી થવી જોઇએ.
'ગામના તલાટી બદલો તો વિકાસ થાય'
એક સ્થાનિકે ન્યૂઝ18 ગુજરાતી સમક્ષ જણાવ્યું કે, અમારા ડેભારી ગામના તલાટીનો જે વીડિયો વાયરલ થયો છે તે તદન સાચો છે. તલાટી રમેશભાઇ અનેકવાર દારૂ પીતા દેખાયા છે. અમારી તમારા માધ્યમ દ્રારા સરકાર શ્રીને વિનંતી છે કે, અમારા ગામને સારા તલાટી આપો. વ્યસની તલાટીને કારણે અમારા ગામના અનેક વિકાસના કામો અટક્યા છે. બિનવ્યસની તલાટી આવે તો ગામના વિકાસના કામ કરે.
નોંધનીય છે કે, મહિસાગર જિલ્લાના ડેભારી ગ્રામ પંચાયતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે. તેમાં તલાટી મંત્રી પંચાયતની ઓફિસમાં ટેબલ પર દારૂનો ગ્લાસ ભરી રહ્યાં છે. ડેભારી ગ્રામ પંચાયતના તલાટી રમેશભાઈ સહિત અન્ય લોકો અહીં દારૂની મહેફિલ માણી રહ્યાં છે અને હસી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર